________________
આ મુજબ દરેક શાસ્ત્રોમાં નિષેધ કરાયેલા રાત્રિભોજનના મહાપાપને તિલાંજલિ આપી, સ્વ અને પર આત્માઓનું રક્ષણ કરવાનું મહાન પુણ્ય ઉપાર્જન કરો.
મુખ્યતયા હંમેશને માટે જ રાત્રિભોજન નહિ કરવું. તેમ નહિ બને તો ચોમાસામાં તો ન જ કરવું, અને છેવટે તેમ કરવા માટે પણ અશક્ત અને પ્રમાદી આત્માઓએ પર્વતિથિએ તો છોડી જ દેવું.
૯. શ્રાદ્ધ વિધિ
ભોજન વિધિમાં વ્યવહાર શાસ્ત્ર વિવેકવિલાસમાં પણ રાત્રિભોજનના ત્યાગનો ઉલ્લેખ થયો છે.
અતિ પ્રાતશ્ર્વ સંધ્યાયાં રાત્રૌ કુત્સન્નથ વ્રજન્ । સંધ્યા ધ્રૌદત પાળીશ્ર નાઘાત્યાણિ સ્થિતંતથા ।।
અતિ પ્રભાતે, સંધ્યા સમયે, રાત્રે કોહેલું, માર્ગે ચાલતાં, ડાબા પગ પર હાથ દઈને અને હાથમાં લઈને જમવું નહિં.
શ્રાદ્ધવિધિ પ્રકરણ (પા. ૪૦૦)
૧૦. ઉપદેશ પ્રાસાદ
પ. પૂ. આચાર્ય વિજય લક્ષ્મીસૂરીશ્વરજીએ ઉપદેશ પ્રાસાદ ગ્રંથની રચના કરી છે. તેના ૮મા ભાગમાં રાત્રિભોજન વિશેના વિચારોની માહિતી પ્રાપ્ત થાય છે તે નીચે પ્રમાણે છે.
સ્વપર સમયે ગ્રર્યમાઘં સ્વભ્રસ્ટ ગોપુરમ । સર્વજ્ઞરપિ યત્યાં પાપાત્મયં રાત્રિભોજનમ્ ।।
Jain Educationa International
૨૪
For Personal and Private Use Only
www.jainelibrary.org