________________
અભક્ષ, અનંતકાય પદાર્થોનો ત્યાગનો ઉપદેશ આપ્યો હતો. તેની માહિતી મૂળ ગ્રંથમાંથી ઉદ્ધત કરીને પ્રગટ કરવામાં આવી છે. આ ઉપદેશમાં આહાર વિવેકનો પણ સમાવેશ થાય છે.
અંતમુહૂર્ત પછી જેમાં અનેક અતિસૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે એવું માખણ વિવેકી પુરૂષોએ કદિ પણ ખાવું નહીં. એક જીવની હિંસામાં કેટલું બધું પાપ છે, તો પછી અનેક જંતુમય માખણને કોણ સેવે?
જે અનેક જંતુસમૂહની હિંસાથી ઉત્પન્ન થયેલું છે અને જે લાળની જેમ જુગુપ્સા કરવા યોગ્ય છે એવો મધને કોણ ચાખે? એક એક પુષ્પમાંથી રસ લઈને મક્ષિકાઓએ વમન કરેલા મધને ધાર્મિક પુરૂષો કદિ પણ ચાખતા નથી.
ઉંબરડો, વડ, પીપર, કાકલુદુંબર અને પીપળાનાં ફળ ઘણાં જંતુઓથી આકુળ વ્યાકુળ હોય છે, તેથી તે પાંચે વૃક્ષનાં ફળ કદિ પણ ખાવાં નહીં. બીજું ભક્ષ્ય મળ્યું ન હોય અને સુધાથી શરીર સામે (દુર્બળ) થઈ ગયું હોય તો પણ પુણ્યાત્મા પ્રાણી ઉંબરડાદિક વૃક્ષનાં ફળ ખાતા નથી. | સર્વ જાતિનાં આä કંદ, સર્વ જાતિનાં કુંપળી, સર્વ જાતિનાં થોર, લવણ વૃક્ષની ત્વચા, કુમારી કુંવાર) ગિરિકર્ણિકા, શતાવરી, વિરૂઢ, ગડુચી, કોમળ આંબલી, પભ્રંક, અમૃતવેલ, સૂકર જાતિના વાલ અને તે સિવાય બીજા સૂત્રમાં કહેલા અનંતકાય પદાર્થો કે જે મિથ્યાષ્ટિઓથી અજ્ઞાત છે, તે દયાળુ પુરૂષોએ પ્રયત્નથી વર્જવા.
શાસ્ત્રમાં નિષેધ કરેલા ફળનાં ભક્ષણમાં અથવા વિષફળના આ ભક્ષણમાં આ જીવની પ્રવૃત્તિ ન થાઓ એવા હેતુથી ડાહ્યા પુરૂષે પોતે
૧૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org