________________
ફિ હિ કિ વીક હ ર ર ર કિ વીર છ જ ફિ હિ કિ હિ વીર કિ કિ ક| | અથવા બીજાએ જાણેલું જ ફળ ખાવું જોઈએ, અજાણ્યું ફળ ત્યજી દેવું જોઈએ.
રાત્રિભોજનઃ રાત્રિ સમયે નિરંકુશપણે ફરતા પ્રેત, પિશાચ વગેરે ક્ષુદ્ર દેવોથી અન્ન ઉચ્છિષ્ટ કરાય છે. તેથી રાત્રિસમયે કદિ પણ ભોજન કરવું નહીં. વળી રાત્રિસમયે ઘોર અંધકારે કરીને મનુષ્યોની દૃષ્ટિ પણ રૂંધાયેલી હોવાથી ભોજનમાં પડતાં જંતુઓ તેનાથી જોઈ શકાતાં નથી, તેથી તેવા રાત્રિને સમયે કોણ ભોજન કરે? કદાચ ભોજનમાં કીડી આવી ગઈ હોય તો તે બુદ્ધિનો નાશ કરે છે, જૂ ખાવામાં આવી હોય તો તે જળોદરનો વ્યાધિ કરે છે, માખી આવી હોય તો તે વમન કરાવે છે, ઢેઢઘરોલી આવી હોય તો તે કુષ્ઠ રોગને કરે છે, કાંટો અથવા કાષ્ઠનો કકડો ખાવામાં આવ્યો હોય તો તે ગળાની વ્યથાને કરે છે, ભોજનની અંદર વીંછી પડી ગયો હોય તો તે તાળવું વિધે છે, તથા ભોજનમાં આવેલ વાળ ગળામાં લાગી ગયો હોય તો તે સ્વરભંગને માટે થાય છે, આ વિગેરે અનેક દોષો સર્વ મનુષ્ય રાત્રિભોજનને વિશે જોયા છે. રાત્રિએ સૂક્ષ્મ જંતુઓ દેખવામાં આવતાં નથી, તેથી પ્રાસુક પદાર્થ પણ રાત્રે ખાવા નહીં, કારણ કે તે વખતે ભોજનમાં અવશ્ય અનેક જંતુઓની ઉત્પત્તિ સંભવે છે. જેમાં જીવનો સમૂહ ઉત્પન્ન થાય છે એવા ભોજનને રાત્રિએ જમનારા મૂઢ પુરૂષો રાક્ષસોથી પણ અધિક દુષ્ટ કેમ ન કહેવાય? જે મનુષ્ય દિવસે અને રાત્રિએ પણ ખાધા જ કરે છે, તે શૃંગ અને પુચ્છ વિનાનો સાક્ષાત્ પશુ જ છે. રાત્રિભોજનના દોષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બે-બે ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે, તે પુણ્યનું ભોજન છે. રાત્રિભોજનનો નિયમ કર્યા વિના ભલે કોઈ માણસ માત્ર દિવસે
(૧૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org