________________
ૐ હ્રીં નમો નાણસ્સ
પ્રસ્તાવના
કેટલાક મિત્રો અને સ્નેહીઓએ પ્રસંગોપાત રાત્રિભોજન ત્યાગ વિશે શાસ્ત્રીય આધાર અને વિચારો અંગે પૃચ્છા કરી હતી. તેના પરિણામ સ્વરૂપે આ વિષયનું સંશોધન કરીને રાત્રિભોજન મીમાંસા પુસ્તકનું સંપાદન કરવામાં આવ્યું છે.
રાત્રિભોજન વિશે કેટલાક મુનિ ભગવંતોએ પુસ્તિકાઓ પ્રગટ કરી હતી તેનો અભ્યાસ કરીને જરૂરી વિચારોની નોંધ કરવામાં આવી હતી. જૈન દર્શન અને જૈનેત્તર દર્શનોની રાત્રિભોજન વિશેના વિચારોના સંદર્ભમાં પ્રગટ થયેલા ગ્રંથોને આધારે વિષયના વિચારોનું નિરૂપણ કર્યું છે.
? વારે વ
રાત્રિભોજન મીમાંસા પુસ્તકની વિશેષતા વિચારીએ તો તેમાં અપ્રગટપ્રગટ નવરાસ કૃતિઓની માહિતી આપવામાં આવી છે. તેનો આધાર પણ વિષયના સમર્થનમાં દૃષ્ટાંતરૂપે સમજવા માટે ઉપયોગી છે. રાત્રિભોજન વિશે પ્રગટ સજાય સ્વરૂપની સાત કૃતિઓની માહિતી આપી છે. આવશ્યક ક્રિયા તરીકે પ્રતિક્રમણમાં સજ્ઝાયનું સ્થાન છે તે દૃષ્ટિએ સજ્ઝાય દ્વારા રાત્રિભોજન ત્યાગની માહિતી પણ ભવ્યાત્માઓને પ્રેરણારૂપ બને છે.
રાત્રિભોજન નરકનું દ્વાર છે એ વિશે વિચારીને નરકની વેદનાનો પરિચય આપવામાં આવ્યો છે. રાત્રિભોજન પાપ નહીં, મહા પાપ છે. તેના સેવનથી આત્મા તિર્યંચ કે નરક ગતિના આયુષ્યનો બંધ કરે છે તેના સંદર્ભમાં નરકની માહિતીનો સમાવેશ કર્યો છે. આ પાપાચરણની તીવ્રતા-મંદતાને આધારે દુર્ગતિનો બંધ થાય છે.
Jain Educationa International
અહિંસા પરમો ધર્મ – ના સિદ્ધાંતમાં જીવદયાનું પાલન, જીવોનું રક્ષણ અને જયણા મહત્ત્વની ગણાય છે. રાત્રિભોજનથી જીવદયાનું પાલન અને રક્ષણ થાય છે. વિના મૂલ્યે અહિંસા ધર્મનું પાલન કરવાનો આ નિયમ આચારમાં
વાટ હાટ
I
For Personal and Private Use Only
www.jainelibrary.org