________________
રાત્રિભોજનમાં દેખીને જ્ઞાતપુત્ર શ્રમણ વર્ધમાન સ્વામીએ કહ્યું છે કે સાધુઓએ સર્વથા ચાર પ્રકારનો આહાર રાત્રે ખાવો નહિ.
(અધ્યયન - ૮ ગાથા – ૨૮) અત્યંગર્યામિ આઈચ્ચે પુરત્થા અણુગ્ગએ, આહાર માઈય સવૅ મણસાવિ ન પત્યએ ર૮.
૩. રાઈ ભોજન વ્રત સાધુ-સાધ્વીજી ભગવંતોને વડી દીક્ષા સમયે વડી દીક્ષા છઠ્ઠ રાત્રિ ભોજન વ્રત પણ ઉચ્ચરાવાય છે. પાક્ષિક સૂત્રમાં આ વ્રતના અતિચારની આલોચના કરવામાં આવી છે.
આત્મતત્ત્વ વિચાર ગ્રંથમાં આ. લક્ષ્મણસૂરિએ સમ્યક ચારિત્રના વ્રતમાં નીચે પ્રમાણે જણાવ્યું છે. સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરનારે પાંચ મહાવ્રત ઉપરાંત છઠું રાત્રિ ભોજન વિરમણવ્રત પણ અવશ્ય લેવાનું હોય છે. આ વ્રતમાં યથાવત્ જીવ સર્વ પ્રકારના રાત્રિ ભોજનનો ત્યાગ કરવામાં આવે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે
ધરતી પર કેટલાક ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવો વિવિધરૂપે હોય છે એ જીવોનાં શરીર રાત્રે દેખી શકાતા નથી તો ઈસમિતિપૂર્વક રાત્રે ગોચરી માટે તો શી રીતે જઈ શકાય? વળી પાણીને કારણે ધરતી ભીની રહે છે. તેના પર બીજ, કીડી, કીડા પણ પડેલા હોય છે. આ જીવોની હિંસાથી દિવસે પણ બચવું મુશ્કેલ હોય છે ત્યારે રાત્રે તો ખવાય જ ક્યાંથી? એટલે રાત્રે ચલાય શી રીતે? આ બધા દોષો જોઈને જ્ઞાતપુત્ર અર્થાત શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ સર્વ પ્રકારના આહારનો રાત્રે ભોગ ન કરે.
િિ છ િ િરિ રિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org