________________
-
બિર બીર હર હર હીટ ફિ વીક વીર હર બ્રીફ રિ ઈ ર વીર છી છી છી છી છીક | રાત્રિભોજન ત્યાગનો નિયમ લઈ તપધર્મની અનુમોદના કરીએ અનુમોદનીય ઈતિહાસ બન્યો.
રાત્રિભોજન મીમાંસાનું પુસ્તક જ્ઞાનરૂપી પ્રકાશપુંજ પ્રસાર કરાવીને આહાર સંજ્ઞાના નિયંત્રણ દ્વારા જીવનમાં સાત્ત્વિકતાની વૃદ્ધિ દ્વારા આત્માને નિર્મળ કરે એવી શુભેચ્છા સહ આ પુસ્તક પ્રગટ કર્યું છે.
રાત્રિભોજનમીમાંસા પુસ્તકની રૂપરેખા નીચે પ્રમાણે છે.
પ્રથમ પ્રકરણમાં જૈન દર્શનના વિવિધ ગ્રંથોને આધારે રાત્રિભોજનના | ૧૬ પુસ્તકોની માહિતી-વિચારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે ઉપરથી રાત્રિભોજન ત્યાગનો વિચાર જૈન દર્શનની દષ્ટિએ સિદ્ધ થાય છે.
બીજા પ્રકરણમાં રાત્રિભોજન વિશે પ્રગટ-અપ્રગટ ૯ રાસ કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે. રાત્રિભોજન વિશે પ્રગટ થયેલ સાહિત્યમાં રાસ કૃતિઓની માહિતી નથી. આ પુસ્તકમાં આ વિશે માહિતી આપવામાં આવી છે.
ત્રીજા પ્રકરણમાં રાત્રિભોજનની સાત સઝાયનો સંચય કરવામાં આવ્યો છે. આ સઝાય રચના દ્વારા દૃષ્ટાંત સહિત રાત્રિભોજન ત્યાગનો મહિમા ગાવામાં આવ્યો છે. આ વિષયની પ્રગટ પુસ્તિકાઓમાં સઝાયનો ઉલ્લેખ નથી જેનો અહીં સંચય કરવામાં આવ્યો છે.
ચોથા પ્રકરણમાં રાત્રિભોજનની ૬ કથાઓનો સંચય કર્યો છે. કથાનુયોગ એ ધર્મ તત્ત્વના વિચારોના પ્રવેશદ્વાર સમાન છે. કથાના માધ્યમથી રાત્રિભોજનનો મહિમા અને તેના ત્યાગના નિયમનું સમર્થન કરવામાં આવ્યું છે. અન્ય પ્રગટ પુસ્તિકાઓમાં આવી કથાઓનો સમાવેશ થયો છે. પૂ. જિતરત્નસાગરજીના પુસ્તકમાં કથાની સાથે તેને લગતાં ચિત્રો આપવામાં આવ્યા
છઠ્ઠા પ્રકરણમાં જૈનેત્તર દર્શનમાં રાત્રિભોજનની જે માહિતી છે તેનો સંચય કરવામાં આવ્યો છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે રાત્રિભોજન ત્યાગ એ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org