________________
સમર્પણ કર્યું. વિશેષ સુવર્ણ વર્ષે મુંબઈમાં ૫૦માસક્ષમણ તથા સમસ્ત ભારતમાં શ્રા. સુ. ૫ ના ઉપવાસની વર્ષા વરસી કલ્પનાતીત આ ઉપવાસના સુમનોની સુગંધે ચારે બાજુ લબ્ધિ-લબ્ધિની સુવાસ ફેલાવી દીધી.
કમલ પ્રબંધ સંસ્કૃત કાવ્ય, ત્રણ પ્રભાવક પુરુષ, કલમ પરાગ, મૃત્યુંજય સંસ્કૃત કાવ્ય, લબ્ધિ આંતર વૈભવ, કવિકુલકિરીટ યાને સૂરિદેવ, પ્રભાવક સૂરિદેવ, દિવ્યવિભૂતિ, લબ્ધિસૂરી જન્મ શતાબ્દિ વિશેષાંક, કલ્યાણ સ્મૃતિ વિશેષાંક, સેવા સમાજ સ્મૃતિ વિશેષાંક, લબ્ધિ બાયોગ્રાફી, લબ્ધિ યશોગાથા, લબ્ધિ સૌરભ, લબ્ધિ પ્રબંધ, સાર્વભોમના શરણમાં, અજાતશત્રુ, સાઈન વિથ ડિવાઈન, શાશ્વત સુગંધ, આદિ અનેક પુસ્તકોમાં પૂ. દાદા ગુરૂદેવનો મિતાક્ષરી તથા વિશેષ જીવન ચરિત્રની પ્રાપ્તિ થાય છે. ગુરૂ ગુણ ગાવાનો અમૂલ્ય અવસર ૫૦મી પુણ્યતિથિએ પ્રાપ્ત થયો તે એમના શિષ્ય-પ્રશિષ્ય અને હજારો લાખો ભક્તોને માટે ગુરૂભક્તિનો સુવર્ણ મહોત્સવ બનીને એક ઐતિહાસિક પ્રકરણનું સર્જન થયું છે. ગુરૂ મહિમાનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે, શબ્દો માત્ર એક પ્રતિક સમાન છે. સાક્ષાત્ ગુરૂનો જેને પરિચય છે તે તો એમના નામ માત્રથી ગદ્ગદ્ કંઠે સ્મરણ વંદન અને ભાવથી અનુમોદના કરીને ગુરૂભક્તિ પ્રદર્શિત કરે છે.
આ સુવર્ણ મહોત્સવના અનુસંધાનમાં “રાત્રિભોજન મીમાંસા' પુસ્તક તૈયાર થયું છે. તેના પ્રકાશન માટે મુંબઈના લાભાર્થીઓએ પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહયોગ આપ્યો છે. એમની હાર્દિક અનુમોદના કરવામાં આવે છે. સુકૃતના સહભાગી શ્રેષ્ઠીઓનો અલગ પાના ઉપર નામોલ્લેખ અને ફોટાઓ પ્રગટ કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠીઓના આસુકૃતમાં લાભ સર્વસાધારણ જનતાને પ્રાપ્ત થાય અને રાત્રિભોજનમીમાંસા દ્વારા શાસ્ત્ર વચન - જિનવાણી સમજીને રાત્રિભોજનના ત્યાગનો નિયમ સ્વીકારી માનવજન્મમાં આ મહાન સુકૃત દ્વારા આરોગ્ય, સમકિત, સદ્ગતિ અને મોક્ષ (પરમ ગતિ) પ્રાપ્ત કરે એવી શુભ ભાવના વ્યક્ત કરવામાં આવે છે. વિશેષ બેંગ્લોર મધ્યે સા. સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા.ના ૧૧૧ ઉપના પારણા નિમિત્તે ૨૦૦૦ વ્યક્તિઓએ આજીવન
રિ હરિ 8 9 B 8 9
ટ ફ ? ? ? ? ક્રિ
ર ર ર ર ર
]
N
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org