________________
[૩] સપદ અને સં. ૧૯૮૮ માં ઉપાધ્યાય પદથી વિભૂષિત થયા, તેમજ સં. ૧૯૯ર માં રાજ નગર (અમદાવાદ)માં મહોત્સવ પૂર્વક આચાર્યપદથી વિભૂષિત થયા. તે સમયે તેઓની વિદ્વત્તા તથા અપૂર્વ રચનાશક્તિના પરિચયરૂપ શાસ્ત્રવિશારદ અને કવદિવાકર એ ઉપાધિથી પણ તેઓને અલંકૃત કરવામાં આવ્યા
તેઓને જ્ઞાનયોગ અદ્ભુત હતા. દિવસ અને રાત તેઓ લખવા-વાંચવામાં જ પરાયણ રહેતા, તેમણે સંસ્કૃત-પ્રાકૃત તથા ગુજરાતીમાં ઘણાં કાવ્યો તથા ગ્રંથ રચ્યા છે. કેટલાયે શ્લોકબદ્ધ ગ્રંથોનો હરિગીતમાં તેઓએ અનુવાદ કર્યો છે. જૈનધર્મ પ્રકાશઆત્માનંદ પ્રકાશ અને જૈન સત્યપ્રકાશમાં વર્ષો સુધી તેમના ભિન્ન ભિન્ન વિષયના લેખો આવતા રહ્યા હતા. અજિતશાંતિ સ્તવનની જેમ જ એવા જ છંદમાં તેમણે રચેલાં સિદ્ધચકસ્તવનને જોઈ કયો વિદ્વાન માથું ધુણાવ્યા સિવાય રહી શકશે? શ્રાવકધર્મજાગરિકા, દેશના ચિન્તામણિ વગેરે ઘણું વિશાળકાય ગ્રંથો તેમણે તૈયાર કર્યા હતા. શારીરિક આદિ પ્રતિકૂળતાને કારણે તેઓએ વર્ષો સુધી અમદાવાદ-પાંજરાપોળમાં સ્થિરતા કરી પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી ગ્રંથ રચવાનું અને લખવાનું કાર્ય ચાલુ ને ચાલુ જ રાખ્યું.
તેમના જન્મ-દીક્ષા આદિના સમય-સ્થળની યાદી આ પ્રમાણે છેજન્મ સં. ૧૯પપ વિ. , ૩ અમદાવાદ દીક્ષા સં. ૧૯૭૧ મા, વ, ૨ તળાજા, ગણિપદ સં. ૧૯૮૨ ફાવ, ૫ પાટણ, પંન્યાસપદ સં. ૧૯૮૨ કા. વ. ૧૨ પાટણ. ઉપાધ્યાયપદ સં. ૧૯૮૮ મહા સુદ-૫ શેરીસાતીર્થ. આચાર્યપદ સં. ૧૯૯૨ વૈ. સુ. ૪ અમદાવાદ કાળધર્મ સં. ૨૦૨૮ વે. વ. ૯ અમદાવાદ,
આમ તેઓએ ૧૬ વર્ષની વયે દીક્ષા સ્વીકારી પ૭ વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાયપાળી ૭૩ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી આજીવન જ્ઞાનીપાસના દ્વારા નિજ જીવનને ધન્ય બનાવી સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. અન્તમાં–
વિદ્વાન પં. શ્રી શીલચંદ્રવિજયજી ગણિવયે પિતાની જ્ઞાન ધ્યાનની અનેકવિધ પ્રવૃત્તિ વચ્ચે પણ આ એક અતિઉપયોગી ગ્રંથના પુનર્મુદ્રણની જવાબદારી ઉપાડી તે ખરેખર અનુમોદનીય છે. સૌ કોઈ આ ગ્રંથના વાચન મનન પરિશીલન દ્વારા આત્મકલ્યાણ સાધો એજ મંગલકામના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org