________________
2 આપેલ શ્રી સંગ્રહણીસૂત્ર ૩૧૨ ગાથા પ્રમાણ છે, જ્યારે માસ્તર ઉમેદચંદ રાયચંદ તરફથી ? માં પ્રકાશિત થએલ સંગ્રહણી ભાષાંતરમાં ૪૮૫ ગાથાઓ છે, શ્રી આત્માનંદ સભા તરફથી સમર્થ છે ૨૯ ટીકાકાર શ્રી મલયગિરિ મહારાજાની ટીકા સાથે મુદ્રિત થએલ સંગ્રહણીમાં ૩૫૩ ગાથાઓ
જોવાય છે, જેનું ગુર્જર ભાષાંતર આ સંગ્રહણી છપાતી હતી, તે દરમિયાન જૈન ધર્મ પ્રસારક 5 સભાએ બહાર પાડેલું છે, જ્યારે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી ટીકા સહ ૯ પત્રાકારે છપાએલ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ શિષ્ય શ્રી ચન્દ્રમહર્ષિ કૃત સંગ્રહણી સૂત્રમાં ૨૭૩ ગાથાઓનો સંઘાત દૃષ્ટિપથમાં આવે છે. આ પ્રમાણે પ્રકાશિત થએલું મુદ્રિત સાહિત્ય પણ ભિન્ન : ભિન્ન પ્રણાલિકામાં હસ્તગત થાય છે. તદુપરાંત અપ્રગટ સંગ્રહણીના આદર્શો ઉપર વિવેચન કરવા - બેસવું એ તો એક જુદું જ સંસ્કરણ કરવા માટે અવકાશ માંગી લે, અને તેટલા વિસ્તારને અહીં સ્થાન ન હોવાથી આપણે પ્રસ્તુત વિષય ઉપર આવવું જોઈએ.
સંગ્રહણીને અંગે ઊભા થતા તર્કો ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી બૃહત્સંગ્રહણીસૂત્રનું હસ્તલિખિત કે મુદ્રિત સાહિત્ય અનેકધા મળી આવે છે, તો પણ આ સંગ્રહણીસૂત્ર પ્રણાલિકાના આદ્યપ્રણેતા કોણ? ત્યારપછીના સ્વતંત્ર કૃતિકાર :
કોણ? ભિન્ન ભિન્ન રચનાત્મક સાહિત્યના કર્તા કેટલા છે? શું બધા જુદા છે કે અમુક ફેરફાર માત્રથી જ તે જ તેવી ભ્રમણા થાય છે? મૂલપ્રણેતા તેમજ અન્ય પ્રણેતાઓએ કેટલી કેટલી ગાથાના માનવાળી છે ક અસલ સંગ્રહણી વિરચી? ત્યારપછીના યુગમાં તે સંગ્રહણીના ગાથામાનમાં કયા કયા ફેરફારો થયા? 9
એ ફેરફારો કયા કારણે થયા? એ સંગ્રહણી સાહિત્યમાં જે જે વૈવિધ્ય જોવાય છે તે થવામાં કયા છે
કયા હેતુઓએ અગ્રભાગ ભજવ્યો છે? સંગ્રહણી સૂત્રની ઢગલાબંધ પ્રતિઓ વિવિધાકર્ષણપૂર્વક હ જોવાય છે તેનું કારણ શું? તેની સૌન્દર્ય સમ્પન્નતા વધવામાં મુખ્ય ઉદ્દેશ શું હતો? વગેરે વગેરે છે અનેક પ્રાસંગિક વિષયો ઉપર યત્કિંચિત્ ઉહાપોહ કરવો અપ્રાસંગિક કે અસ્થાને નહિ ગણાય.
સંગ્રહણી એટલે સામાન્યતઃ જૈનોના મૂલ આગમોમાં રહેલા વિસ્તૃત વિષયોને સંક્ષિપ્ત વિષય વર્ણનાત્મક કરી પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ પ્રકરણનું સંક્ષિપ્તાક્ષરમાં ગંભીરાર્થપણે રચવું તે સંગ્રહણી કહેવાય.
આ સંગ્રહણીને “શ્રી રૈલોક્ય દીપિકા' અસલ નામરૂપે કહેવાય છે એટલે અધોલોક, તિર્યશ્લોક અને ઊર્ધ્વલોક એ ત્રણે લોકવર્તી રહેલા પદાર્થોને બતાવવામાં આ ગ્રન્થ દીપિકા કહેતાં દીપકની જેમ ગરજ સારતો હોવાથી ઉક્તનામ સાવર્થ લેખાય છે.
શ્રી બૃહત્સંગ્રહણીના આદ્ય પ્રણેતા કોણ? શ્રી રૈલોક્ય દીપિકા અપનામ શ્રી બૃહત્સંગ્રહણી ગ્રન્થના આદ્ય પ્રણેતા ભાષ્યકાર ભગવાન 2. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ હોવાનું સુપ્રસિદ્ધ અને સુવિદિત છે. આ ભાષ્યકાર મહારાજ એક
સમર્થ મહાપુરુષ હતા એમ તેઓશ્રીની વિદ્વત્તા ભરપૂર શ્રી વિશેષાવશ્યકભાષ્ય, વિશેષણવતી, ૯ જીતકલ્પસૂત્ર ઇત્યાદિ કૃતિઓ બતાવી આપે છે, વળી જે જે વિષયો જીવાભિગમ, પન્નવણા, કે
===============s [ ૨૨] ===============