________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
તથારૂપ અસંગ નિગ્રંથપદને અભ્યાસ સતત વર્ધમાન કરજે. તે સન્માગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માથીજનને પરમ વીતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરૂ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાકયમય સ@ાસ્ત્ર સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા ગ્યા છે, જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.
ચાતુર્માસ સંબંધી મુનિઓને વિકલ્પ કયાંથી હોય? નિર્ગથે ક્ષેત્રને કયે છેડે બાંધે? તે છેડાને સંબંધ નથી. નિગ્રંથ મહાત્માઓના દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક્ પ્રતીતિ કરાવે છે.
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૪. દયાની પરમ ધર્મતા
સર્વ દશને એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનને બેધ, દયા દયા નિર્મળ અવિરેધ.
જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી, અને દયા નથી ત્યાં ધર્મ નથી. અહંતુ ભગવાનના કહેલા ધર્મ તત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. ' આપણે ધર્મ તત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તે હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે સર્વ જીવની રક્ષા કરવી. અત્યંતર દયા ચિંતવવી.
શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણ ત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્દભૂત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે ! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં, કેવી અદ્ભુત સમતા! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી! તે