________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૩. નિગ્રંથ
| સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધ પણે વિચરે છે, શત્રુ, મિત્ર પ્રત્યે જે સમાન દષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમને કાળ નિગમન થાય છે અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રીય અને જિતકષાય તે નિગ્રંથ પરમ સુખી છે.
આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. કારણ કે ભગવાનના ગુણો એવા જ છે.
આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે અર્થાત સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે, એવા નિગ્રંથને-સપુરૂષને-તેરમે ગુણસ્થાનકે કહેવા લાગ્યા છે.
સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિર્ચથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપગ બહિર્મુખ કરે નહીં એ નિર્ચ થને મુખ્ય માર્ગ છે. નિર્મળ વિચારધારાના બળવાનપણુ સહિત અંતર્મુખ ઉપયોગ, સાતમે ગુણસ્થાનકે હેય છે.
તિર્થંકરના નિગ્રંથ-નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવ અજીવનું જ્ઞાન હતું તેથી સમકિત કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણું જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી, તીર્થકરની અને તેમના પદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમકિત કહ્યું છે.
નિગ્રંથની ઘણી દશા કહેતાં એક “આત્મવાદ પ્રાપ્ત,એ શબ્દ તે નિગ્રંથને તીર્થકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદ પ્રાપ્ત’ શબ્દને અર્થ એમ કહેતા હતા કે “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી સંકેચ વિકાસનું ભાજન, પિતાનાં કરેલા કર્મોને ભેકતા. વ્યવસ્થા કરી દ્રવ્ય પર્યાય રૂ૫ નિત્યા નિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર,