________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ પામર પ્રાણીઓને પરમશાંતિ મળવા જેઓ શુદ્ધ બાધબીજને મેઘધારાવાણથી ઉપદેશ કરે છે- અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહાઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે, જન્મ, મરણ અને અનંત સંસાર જેને ગમે છે, તે સતદેવ, નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષ રહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. સર્વ દૂષણ રહિત કમમલહીન, મુક્ત નિરાગી, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.
સર્વ કર્મદળ ક્ષય કરી અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરૂષાર્થતા આપે છે. વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશે ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણ ચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેવાથી જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે. એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એએના પુરૂષાર્થનું સ્મરણ થાય એથી કલ્યાણ થાય છે.
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાભ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિદેહરૂપે ચિંતાયે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયું છે, એ દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ટિ મંત્રમાં “નમે અરિહંતાણું” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે.
. શાંતિ