________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
યોગમાં જોડાઈ જા. આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે. (અર્થાત્ કર્મબંધમાંથી છૂટવાનો ઉપાય છે)
૩. જૈન દર્શનમાં ત્રિવિધ યોગ કહ્યો છે. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાને ત્રિવિધ યોગ કહે છે. કારણ સમ્યક શ્રદ્ધા (દર્શન) સમ્યક જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની સાધના વડે જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ત્રિવિધ યોગ જ જૈન દર્શનમાં રત્નત્રયી તરીકે પ્રસિદ્ધ છે.
કારણભૂત જે પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર છે (વ્રત, નિયમ, આવશ્યક ક્રિયા, ચૈત્યવંદન, પ્રતિક્રમણ... ઈત્યાદિ) તે સર્વ ધર્મવ્યાપારને યોગ કહે છે. ધર્મ એટલે વસ્તુસ્વભાવ અર્થાત્ આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આત્મા પોતાના શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે અને એ જ યોગ છે. નિજ આત્મસ્વભાવમાં રમણતા કરવી એ જ આત્મધર્મ છે. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોવાથી તેનો ધર્મ છે તેમ કષાય
ઉમાસ્વાતિએ આ જ વાત કરી છે -
આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ એ જ યોગ છે. આચાર્ય અભાવરૂપ નિર્મલતા અર્થાત્ આત્મશુદ્ધિ એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ એ આત્માનો ધર્મ છે. પણ રાગ, દ્વેષ, મોહ આદિ વિભાવ પરિણામોને લીધે આત્માના નિર્મળ શુદ્ધ સ્વભાવ પર આવરણ આવે છે. જેટલે અંશે આ રાગાદિ વિભાવ દૂર થાય તેનો આત્મસ્વભાવ પ્રગટતો જાય છે. સમ્યગદષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યંત ઉત્તરોત્તર આ આત્મસ્વભાવ પ્રગટતો જાય છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમના ગ્રંથ ‘યોગશાસ્ત્ર'માં આ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે જે જે પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે -
કરાય છે એ યોગ છે.
सम्यग् दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।। १.१ ।। तत्वार्थसूत्र
અર્થ :- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચારિત્ર આ ત્રણેની અભેદ એકતા એ જ મોક્ષમાર્ગ છે.
જ
चतुर्वर्गेडग्रणीमोक्षो, योगस्तस्य च कारणं ।
ज्ञान श्रध्दानचारित्ररूपं रत्नत्रयं च सः ।।१.१५ ।। योगशास्त्र અર્થ :- ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર વર્ગોમાં મોક્ષ તે જ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ તે યોગ છે. તે યોગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રય છે.
જૈન દર્શનમાં યોગની વ્યાખ્યા મોક્ષેળ યોખનાવ્ યોશઃ એમ કહેલી છે. અર્થાત્ જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે અર્થાત્ પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પામે અર્થાત્ પરમાત્મપદ પ્રાપ્ત કરે તે યોગ. અહીં હરિભદ્રાદિ શ્વેતાંબર આચાર્યો આ મો.સાધનામાં
૧૪
આવી રીતે આ યોગસાધનાનો માર્ગે વિચારીએ તો જે સાધનાથી આત્માની શક્તિનો વિકાસ થઈ, આત્મા પૂર્ણ સ્વસ્વરૂપમાં સ્થિર થાય એ યોગ છે. જે સાધનાથી આત્માનો પરમાત્મા સાથે સંયોગ થાય, આત્મા પરમાત્મા બને, પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે એ યોગસાધના છે, એના માટેનું યોગશાસ્ત્ર જે પણ કોઈ દર્શનનું હોય પણ એનું લક્ષ્ય આત્મશુદ્ધિનું જ છે. આત્મશુદ્ધિ માટે યોગસાધના જરૂરી છે.
nou
અધ્યાત્મયોગી આનંદમનજીએ એમના પર્દામાં યોગસાધનાની વાત કરી છે જે નીચે પ્રમાણે છે - પદ નં. ૬
મહારો બાલુડો સંન્યાસી, દેહદેવળ મઠવાસી, ઈંડા પિંગલા મારગ તજી જોગી, સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મહી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી...
યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી, પ્રત્યાહાર ધારણાધારી, ધ્યાન સમાધિ સમાસી...
મૂલ ઉત્તર ગુણ મુદ્રાધારી, પર્યક્સનવાસી, રેચક પૂરક કુંભક સારી, મન ઈન્દ્રિય જયકાસી...
email id : rashmi.bheda@gmail.com M. 9867186440
સ્થિરતા જોય યુગતિ અનુકારી, આપોઆપ બિમાસી, આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસ....
પ્રભુ જીવન
||૨||
||૩||
||૪||
11411
ફેબ્રુઆરી
- ૨૦૧૮