________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક છે અને આવા અનિર્વચનીય પ્રેમની બાબતમાં તેઓ કહે છે, 'કાં દિખાવું ઔર હું, કાં સમજાવું ભોર, તીર ન ચૂકે પ્રેમ કા, લાગ સો રહે ઠોર.'
એમના સ્તવનોમાં પણ ભગવાન શાંતિનાથની સ્તુતિમાં આત્મશાંતિ, અધ્યાત્મયોગ અને તેને અપેક્ષિત ધ્યાનયોગનું સુંદર ભાવચિત્ર મળે છે. જ્યારે મુનિસુવ્રત સ્વામીના સાવનમાં જગતનાં બધાં પ્રપંચો છોડીને આત્મધ્યાનમાં રમા કરવાથી એના શાંત સ્વરૂપની પ્રાપ્તિ થશે.
આતમધ્યાન કરે જો કોઉ, સૌ ફિર ઈામેં નાવે, વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે.
જે પ્રાણી આત્મધ્યાન કરે છે તે ફરી વખત રાગદ્વેષ અને મોહજ્ઞાનમાં ફસાતો નથી. આ સિવાય બીજું સર્વ વાણીનો વિશ્વાસ છે એમ એ સાચી વાતને ચિત્તમાં ગ્રહણ કરે છે.
નેમરાજુલની કથા સ્તવનમાં આલેખીને એ જ દર્શાવે છે કે સાચી એકનિષ્ઠા - ધ્યેય પ્રત્યેની ધ્યાતાની એકાગ્રતા જ તેને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. મોહાદિ ષવિકારોથી પર થઈને મુક્તિપદ
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાની વિનતીથી ‘યોગશાસ્ત્ર’ની રચના કરી. કુમારપાળ પચાસમાં વર્ષે પાટણના રાજા બન્યા. એના પહેલા પાટણપતિ સિદ્ધરાજ જયસિંહના સૈનિકોથી બચવા માટે ઠેર ઠેર રઝળતા હતા. ક્યારેક કુંભારના નિભાડામાં તો ક્યારેક કાંટાની વાડામાં પણ છુપાઈ જવું પડતું. એક વખત શ્રી હેમચંદ્રાચાર્યે એમને ઉપાશ્રયમાં પુસ્તકોના ઢગલા પાછળ છૂપાડી સિદ્ધરાજના સૈનિકોથી બચાવી લીધા. અને સાથે એમનું ભવિષ્ય ભાખ્યું કે વિ.સં. ૧૧૯૯ ના માગસર વદ ૪ ના એ પાટણના ગાદી પર બેસશે. આચાર્યદેવે
ભાખેલ તિથિએ જ એમનો રાજ્યાભિષેક થયો. કુમારપાળ રાજાના જીવનમાં આચાર્યદેવનું સ્થાન અત્યંત મહત્ત્વનું બન્યું. એમણે જૈન ધર્મ સ્વીકાર્યો, એટલું જ નહીં, જૈન ધર્મનો - નવ તત્ત્વનો અભ્યાસ કર્યો. સમ્યક્ત્વ મૂળ શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. રાજ્યમાં સાત મહાવ્યસનો પર પ્રતિબંધ મૂક્યો. અહિંસાનું
પાલન કરાવ્યું. સાથે ઘણા જીનમંદિરો અને જીનબિંબો ભરાવ્યા.
આમ સમ્યક્ રીતે રાજ્યનું પાલન કરવા છતા પુણ્યયોગ પ્રાપ્ત થયેલો રાજયોગ ભવયોગનું કારણ ન બને એટલે કુમારપાળ રાજાએ પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યને આત્મયોગનો સાત્વિક ખોરાક પૂરો પાડી શકે એવા ગ્રંથ રચનાની વિનંતી કરી. વાસલ્યવંદન ગુરુદેવ શિષ્યની માગણી સંતોષવા જે ગ્રંથની
४०
પ્રાપ્તિના ભવ્ય મુમુક્ષુ આત્માઓને આ સ્થિતિ દ્વારા કહ્યું છે કે બાહ્ય ધ્યેય તો નિમિત્ત હોય છે. સાચું અને અંતિમ ધ્યેય તો ધ્યાતાના શરીરમાં રહેલું આત્મતત્ત્વ છે, આથી આત્મતત્ત્વ સાથે એકતા સાધવી જોઈએ અને તો જ ધ્યાતા અને ધ્યેયની એકરૂપતા થાય છે ત્યારે શું થાય?
આનંદઘનના સ્તવન અને પદની પંક્તિથી સમાપન કરીએ. સોળમા સ્તવનની તેરમી ગાથામાં એ કહે છે,
‘અહો હું અહો હું મુઝને કહ્યું, નમાં મુઝ નમો મુઝ રે.
હેમચંદ્રાચાર્ય અને યોગશાસ્ત્ર
અને આનંદઘન ગ્રંથાવલીના પદ ૧૧ માં તેઓ કહે છે, આનંદથન કહે. સુનો ભાઈ સાધુ, તો જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ,
nan
ફોન : 079-26602675 મો. 09824019925
રચના કરી તે જ ‘યોગશાસ્ત્ર'. અને તેમાં એ તાત્ત્વિક પદાર્થોની વ્યવસ્થિત ગુંથણી કરી કે જેનો નિયમિત સ્વાધ્યાય ગમે તેવા ભોગીને પણ જતે દિવસે યોગી બનાવી દે. અહીં હેમચંદ્રાચાર્યે જૈન પરંપરા અનુસાર યોગની વ્યાખ્યા કરી છે. યોગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી.
પ્રજીવ
चतुर्वगेडग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणं । ज्ञान श्रध्दानचारित्ररूपं रत्नत्रयं च सः ।।१.१५।।
યોગનો અધિકા૨ી ગૃહસ્થ પણ થઈ શકે. જ્યાં બીજા
આચાર્યોએ એમના ગ્રંથોમાં યોગસાધના માટે ગૃહસ્થાશ્રમના ત્યાગને આવશ્યક ગણાવ્યો છે. જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રના ગૃહસ્થધર્મના પાયા ઉપર જ યોગસાધનાનો ક્રમ સ્થાપિત કરેલો છે. ગૃહસ્થાશ્રમીને પણ યોગસાધનામાં અધિકાર
છે એ આ ગ્રંથમાં બતાવ્યું છે.
કુમારપાળરાજા રોજ પ્રાતઃકાળ ઉઠીને યોગશાસ્ત્રનો સંપૂર્ણ સ્વાધ્યાય કરી પછી જ દંતશુદ્ધિ કરતા. યોગશાસ્ત્રના આ અપૂર્વ સ્વાધ્યાયથી કુમારપાળ મહારાજાના જીવનમાં શાસનભક્તિનો અપૂર્વ ઉત્સાહ જાગ્યો. કર્મશૂરા એક ક્ષત્રિયવીરને ધર્મશા શ્રાવકના સર્વ ગુણોથી અલંકૃત કરનાર યોગશાસ્ત્રને મહાગ્રંથ કહી શકાય.
ફેબ્રુઆરી - ૨૦૧૮