Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 60
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ – વિશેષાંક - શ્રીમદ્ ભગવદ્ગીતામાં યોગવિચાર* પ્રા. ડૉ. શાન્તિકુમાર એમ. પંડ્યા ડૉ. શાંતિકુમાર પંડ્યા સેંટ ઝેવિયર કૉલેજના અમદાવાદના સંસ્કૃત વિષયના નિવૃત્ત અધ્યક્ષ છે. એમણે લગભગ ૬૦ જેટલા શૈક્ષણિક પુસ્તકો તેમજ ૬ વિવેચનાત્મક પુસ્તકો લખ્યા છે. એમને ૨૦૧૬ નો ગુજરાત રાજ્ય સરકારનો ગૌરવ પુરસ્કાર એનાયત કરાયેલો છે. ‘યોગ’ એ શ્રીમદ્ભગવદ્ગીતાનો કેન્દ્રવર્તી વિષય છે. ગીતાના પ્રત્યેક અધ્યાયને અંતે આવતી પુષ્પિકામાં એના તત્ત્વજ્ઞાનને 'હ્મવિદ્યામાં ઓશાસ્ત્ર' એવી નોંધ મૂકીને, એને યોગનું શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. એના ઉદ્ગાતા શ્રીકૃષ્ણ પણ એમના પ્રસ્તુત ઉદ્ગાનને કારણે અને એમના પોતાના યોગાનુસા૨ી અભિગમને કારણે ‘યોગેશ્વર’નું ગૌરવાન્વિત બિરુદ પામ્યા છે. પ્રત્યેક અધ્યાયના કેન્દ્રાનુસારી નામાભિધાનમાં પણ ‘યોગ’ શબ્દ જોડવામાં આવ્યો છે, જેમકે ‘અર્જુનવિષાદય્યગ (અ.૧)', 'સાંખ્યયોગ (૨)', ‘કર્મયોગ’ (અ.૩) વ. કર્મયોગ ગીતાકારનો સૌથી વધારે ઉદ્દિષ્ટ સીઈ એને ઉપકારક થાય એ માટે ‘જ્ઞાનયોગ' અને 'ભક્તિયોગ'ની પણ સવિસ્તર ચર્ચા કરી છે. ‘યોગ’ શબ્દના મૂળમાં સંસ્કૃત ધાતુ યુપ્ન એટલે કે ‘જોડવું', ‘પ્રાપ્ત કરવું' એ અર્થ રહેલો છે. ગીતા કોઈપણ શબ્દને એના વ્યાપક અર્થમાં પ્રયોજે છે. માણસ જ્યારે પોતાના મનને મજબૂત કરી, એને આમતેમ ભટકતું અટકાવીને કોઈ પરમ તત્ત્વને પામવા, એટલે કે મોક્ષ મેળવવા આજીવન સાવધ રહી કાર્ય કરતો રહે ત્યારે એ મોક્ષની પ્રાપ્તિનો જે ઉપાય એજ 'યોગ'. આ અર્થ ગીતાકારને અભિપ્રેત છે. ગીતામાં આવતાં બે સૂત્રો : યોગઃર્મસુ ૌશનમ્ (અ.૨-૫૦) અને સમન્વં યોગ રચ્યતે (અ.૨-૪૮) પણ એજ બાબત સ્પષ્ટ કરે છે કે ‘નિષ્કામકર્મો' અને ‘સમદષ્ટિ' જ માણસને ૫૨મતત્ત્વ સાથે જોડે છે. ‘પાતાંજલ યોગસૂત્ર'માં યોગ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા ‘યોગશ્ચિત્તવૃત્તિનિરોધ:' એટલે કે ‘મનની ચંચળ વૃત્તિઓને અટકાવવી તે જ યોગ' એમ આપી છે. આને પરિણામે ગીતામાં જે યોગચર્ચા છે તે ‘પાતાંજલ ધ્યાનયોગ' છે કે ગીતા વ્યાખ્યાતીત કરે છે તેમ ‘કર્મયોગ’? આ પ્રશ્નને અનુલક્ષીને વિદ્વાનોએ ઘણી ચર્ચા કરી છે. કેટલાંક વિદ્વાનો ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગીની સર્વોપરિતા અને અર્જુનને યોગી બનવાના સ્પષ્ટ આદેશને આધારે ગીતાને ‘પાતાંજલ યોગ’ જ અહીં ઉદ્દિષ્ટ છે એમ માને છે. ૬૦ तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽवि मतोऽधिकः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ।। ६-४६ ગીતાનો યોગ ‘પાતાંજલ યોગ' નથી પણ ‘કર્મયોગ' છે એ બાબતનું દૃઢ પ્રતિપાદન કરતાં ગીતાના પ્રખર અભ્યાસી શ્રી લોકમાન્ય ટિળક કહે છે, 'હવે કર્મયોગને માટે પણ જરૂરની એવી નિઃસંગ કિંવા બ્રહ્મનિષ્ઠ સ્થિતિ તે જે સાધનો (નિઃસ્પૃહા, લ નિરપેક્ષ કર્મ, યમ, નિયમ વ.) થી પ્રાપ્ત થાય છે તેના નિરૂપણને માટે આ (છઠ્ઠા) અધ્યાયમાં વાત કરી છે; તથાપિ તે નિરૂપણ ‘પાતાંજલ યોગ’નો સ્વતંત્ર ઉપયોગ કરવા સારુ કરેલ નથી, એ લક્ષમાં આવે એ માટે ખરો સંન્યાસી તે લાશા છોડીને કર્મ કરનારો પુરુષ સમજવો, કર્મ છોડનાર નહિં એવું ‘7 નિનિર્ન યાનિચઃ(૬.૧)'માં પણ કહ્યું છે.’ - ગીતા રહસ્ય (પૃ.૧૦૫) ગીતામાં યોગિક ક્રિયાઓનું જે નિરૂપણ થયું છે, એનો હેતુ વિવિધ દર્શનોના લોકપ્રિય અને પ્રસિદ્ધ યમનિયોને જીવનમાં સ્વીકારી, ફળની આશા વિના અને અનાસક્તબુદ્ધિથી કર્મો કરવાં જોઈએ એ સ્પષ્ટ કરવાનું છે. આથી ગીતાનો યોગ અને યોગી જ સર્વોપરિ છે એમ ગીતા સ્પષ્ટ કરે છે. ગીતાનો યોગ ‘કર્મયોગ' જ છે એ બાબતનું પ્રતીતિકર નિરૂપણ કરતાં મહર્ષિ અરવિંદ પણ નોંધે છે, “ગીતામાં જે યોગ છે તે પાતાંજલ રાજયોગ નથી. રાજયોગ આત્મલક્ષી છે, ‘સ્વ’ના ઉપર આધાર રાખનારી આંતરવિકાસની એક સાધના છે... પરંતુ ગીતાની યોગપતિ ધણી વિશાળ, મનનીય અને અનેક શાખાવાળી છે અને તે પોતાનામાં અનેક તત્ત્વોનો સમાવેશ કરી લે છે. ગીતાની યોગસાધના પતંજલિના રાજયોગ પેઠે કોઈ શાસ્ત્રીય અને કડક ગણાય એવી ચડતી-ઉત્તરતી શ્રેણીના ક્રમનો સ્વીકાર કરતી નથી, પરંતુ એક પ્રકારની સ્વાભાવિક આત્મવિકાસની ક્રિયારૂપે રહે છે. ગીતા નો કર્મને પોતાની યોગસાધનાના વિશિષ્ટ લક્ષણ તરીકે સ્વીકારે છે. પતંજલિ માટે કર્મ પ્રારંભિક છે પણ ગીતામાં તો તે કર્મ યોગસાધનાનો સ્થાયી પાર્યા છે.'' · ગીતા નિબંધો, પૃ. ૧૧૪, ૧૧૫ ગીતા પર બૌદ્ધદર્શનની ઘણી અસર છે એમ કેટલાક વિદ્વાનો માને છે તો કેટલાંકને મતે ગીતાના કેટલાંક સિદ્ધાંતો બોદ્ધધર્મમાં ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રજીવા

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140