________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક વ્યવહારમાં રાગ દ્વેષ વ્યક્ત થતા હોય છે ત્યાં સુધી ચિત્તમાં “અહંમ આત્મા આનંદસ્વરૂપ છે, આનંદ તેનું સ્વરૂપ હોઈ તે નિત્ય જ છે. - ઈહમ'નો મળ પડ્યો છે. ભેદથી ગ્રસિત ચિત્ત ધ્યાનાવસ્થા ક્યારેય વિષયવાનવર્જિત, અજ્ઞાનરહિત, અભેદદ આત્મજ્ઞાન થયા પછી પામી શકે નહીં. બ્રહ્માવસ્થા કે બ્રાહ્મી અવસ્થાને પામી શકે નહીં. તેને બંધન કે મુક્તિના કંદો રહેતા નથી. તે તો પોતાને અવ્યવ તસ્માત્ દેહભાવ - અહંભાવ નિરહંકાર દશા ચિત્તમાં વિહરવા માંડે (અવિનાશી), અભય (અજન્મા), પરિપૂર્ણ, ચિત્તસ્વરૂપ (ચૈતન્યમય) ત્યારે જ પરમાત્મતત્ત્વથી તાદાભ્યતાનો પ્રારંભ થાય છે. અહંનો પરમસુખસ્વરૂપ જાણે છે. આ અમૃતાનુભવ એ જ નિર્વાણ, એ જ સંપૂર્ણ લય થયા પછી જ આ મદાશૂન્યનું અમૃત ચાખવા મળે છે. મોક્ષ, એ જ જીવનમુક્ત છે.
સંકલનઃ શ્રી રમણ મહર્ષિત ઉપદેશસાર
અધ્યાત્મયોગી શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર અનેક ભવોમાં સાધેલા યોગના ફળરૂપે આ ભવમાં પ્રાપ્ત થયેલા અભુત યોગીશ્વર હતા. તેઓ ગૃહસ્થપણે બાહ્યજીવન જીવતા હતા પણ અંતરંગમાં નિગ્રંથભાવે નિર્લેપ હતા. એમનું જીવન એ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ માટે સતત મથતા એક ઉચ્ચ કોટીના યોગીનું જીવન હતું. સર્વોત્તમ યોગીનું લક્ષણ કહેતા એ લખે છે -
ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત પણ કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે “સતુ' જ આચરે છે. જગત જેને વિસ્તૃત થયું છે. અમે એ જ ઈચ્છીએ છીએ.'
આવા યોગીશ્વરે પોતાની તો આત્મોન્નતિ સાધી, સાથે નાની વયમાં જ બીજા આત્માર્થીઓ માટે અભુત આધ્યાત્મિક સાહિત્ય એમણે આપ્યું છે. જેમ જનક રાજા રાજ્ય કરવા છતા વિદેહી દશામાં વર્તતા હતા, ત્યાગી સંન્યાસીઓ કરતા વધારે અસંગ દશામાં રહી આત્માનંદ અનુભવતા હતા. ભરત ચક્રવર્તી છ ખંડનું આધિપત્ય ભોગવવા છતા અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે અલિપ્તભાવે આત્મદશામાં રમણતા કરતા હતા તેમ આ મહાત્મા પણ આત્માનંદમાં લીન રહેતા. તેમના વચનામૃતમાં “યોગ’ વિશે તેઓ લખે છે -
‘યમથી માંડીને સમાધિપર્યત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. “યોગદૃષ્ટિસમુચ્ચય'માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા યોગ્ય છે.” વચનામૃત ૮૦૬ “શુદ્ધ યોગમાં રહેલો આત્મા અણારંભી છે. અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે.
| મનન કરશો.' વચનામૃત ૧૨૨ એમના કાવ્ય (યમ, નિયમ, સંજમ આપ કિયો) માં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આ જીવે અનંત ભવમાં અનેક વાર યમ, નિયમ... વગેરે અષ્ટાંગ યોગની સાધના કરી, આસનના જય માટે અવિચળપણે દૃઢ પદ્માસન લગાવ્યું, મનને રોકી શ્વાસોશ્વાસ સ્થિર કરી ધ્યાન ધરવાનો પ્રયાસ કર્યો. પણ સંયમ, વૈરાગ્ય અથાગ ન હોવાથી આ બધી સાધના ફળદાયી ન થઈ. સદ્ગુરુગમે જ્યારે આત્માનું પરમાત્મસ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ સમજાશે ત્યારે આત્મપ્રાપ્તિ થશે. આત્મા જે શુદ્ધ સ્વરૂપી છે એનો જ્યારે યોગ થશે ત્યારે તે મોક્ષમાર્ગમાં આગળ વધશે.
ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. શ્રીમદ્ રાજચંદ્ર, એમની અંતિમ રચનામાં, જેઓએ પોતાની બાહ્ય પરિણતિ ટાળીને અંતરવૃત્તિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જોડાઈ છે એવા યોગીઓની ઈચ્છા બતાવે છે. એવા મુમુક્ષુ યોગી મહાત્માઓ નિરંતર અનંત સુખસ્વરૂપ મોક્ષપદને ઈચ્છે છે. આઠે કર્મ ક્ષય થઈ, દેહાદિથી મુક્ત થઈ અયોગી વિદેહમુક્ત એ શુદ્ધ આત્માનું સહજત્મસ્વરૂપ પદ છે તે પદ સયોગી સ્વરૂપે એટલે દેહધારી, જીવનમુક્ત, ચાર ઘાતકર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટકધારી એવા અરિહંત જિન પરમાત્મારૂપે છે. સરની કૃપાથી જો જીવ આ બાહ્ય પરિણતિ, બાહ્યભાવ છોડી અંતર્મુખ થાય તો અંતરંગમાં અનંતસુખનું ધામ એવું પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ સિદ્ધપદ પ્રાપ્ત કરે. જે અનંત, અક્ષય શાશ્વત સુખથી ભરેલું છે, જેને સમ્યગુદૃષ્ટિ આત્મારામી યોગી મહાપુરુષો નિરંતર ઈચ્છે છે.
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી - ૨૦૧૮)