________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ – વિશેષાંક
-
કાયોત્સર્ગ
ડૉ. રમણલાલ શાહ
ડૉ. રમણલાલ શાહ ગુજરાતી સાહિત્યના વિવેચક, સંશોધક, સંપાદક તરીકે જાણીતા છે. ૨૩ વર્ષ સુધી તેઓ પ્રબુદ્ધ જીવનના તંત્રી પદે હતા. જૈન ધર્મ વિશે તેમનું જ્ઞાન વ્યાપક અને સૂક્ષ્મ હતું. જૈન તત્ત્વજ્ઞાન તેમજ બીજા અનેક વિષયોપર એમનું સાહિત્ય પ્રકાશિત થયેલું છે.
કાર્યોત્સર્ગ અથવા તો કાઉસગ્ગ જૈન ધર્મની એક પ્રકારની આધ્યાત્મિક યોગપ્રક્રિયા છે. કાર્યોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ, ‘યસ્ય હાઈ: વાયોત્સર્ગ:।' ઉત્સર્ગ એટલે છોડી દેવું, ત્યજી દેવું. કાર્યોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવી – ત્યજી દેવી. અર્થાત્ કાયા, શરીર પરની મમતા છોડી દેવી. જૈન શાસ્ત્રગ્રંથોમાં કાર્યોત્સર્ગ ઉપરાંત ખૂ શબ્દ પણ વપરાય છે. કાર્યોત્સર્ગની વ્યાખ્યા શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે આપેલી છે.
૧. કે મમત્વનિરાજા ાઓનાર્થ અથવા
२. परिमितकालविषया शरीरे ममत्वनिवृत्तिः कायोत्सर्गः ।
કાર્યોત્સર્ગમાં નિયત અથવા અનિયત સમય માટે શરીરને સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી, સાધક જિનેશ્વર ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતા કરતા આત્મસ્વરૂપમાં લીન ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતા કરતા આત્મસ્વરૂપમાં લીન
થાય છે.
બાહ્ય તપ કરતા આવ્યંતર તપ ચડિયાતું છે. અને આત્યંતર તપમાં કાઉસગ્ગને સૌથી ઉંચું, છેલ્લું સ્થાન આપેલું છે. તપથી કર્મની નિર્જરા થાય છે એટલે કર્મની નિર્જરા માટે કાયોત્સર્ગ અથવા કાઉસગ્ગ મોટા પ્રકારનું તપ છે. આત્યંતર તપમાં ધ્યાન કરત પણ કાયોત્સર્ગને ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે એ પરથી પણ એનું મહત્ત્વ સમજાય છે. એનું કારણ એ છે કે ધ્યાનમાં મને અને વાણી પર સંયમ કે નિયંત્રણ હોય છે. શરીર ઉપરનું નિયંત્રણ હોય તો તે ઈષ્ટ છે પરંતુ એની અનિવાર્યતા હોતી નથી. કાઉસગ્ગમાં તો મન અને વાણીના સંયમ અથવા નિયંત્રણ ઉપરાંત શરીર ઉપરના નિયંત્રણની પૂરેપૂરી અપેક્ષા રહે છે.
ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. છ
-
પ્રકાર બાહ્ય તપના અને છ આવ્યંતર તપના છે. બાહ્ય તપના પ્રકાર આ પ્રમાણે છે – અનશન, શોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ,તે . કાયક્લેશ અને સંલીનતા આવ્યંતર તપના પ્રકાર આ પ્રમાો છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ
નિયંત્રણથી ઈન્દ્રિયો તથા ચિત્ત સંયમમાં આવી જાય છે. માત્ર વાણીના સંયમને મૌન કહેવાય છે, વાણી અને મન બંનેના સંયમને
પણ
૪૬
ધ્યાન કહેવાય છે અને વાણી, મન તથા કાયા એ ત્રણેની સ્થિરતાને 'કાર્યોત્સર્ગ' કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે કાઉસગ્ગમાં ધ્યાન અપેક્ષિત છે. એકલા ધ્યાન કરતા કાઉસગ્ગ-ધ્યાનને વધારે ચઢિયાતું ગણવામાં આવ્યું છે કારણે કે કાઉસગ્ગ-ધ્યાન વિના દેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્મા કાઉસગ્ગમુદ્રામાં જ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાશ પટ્ટા કાઉસગ્ગ મુદ્રામાં જ પામે છે. એટલે જ કાઉસગ્ગની એ મુદ્રાને જિનમુદ્રા પણ કહેવામાં આવે છે. અલબત્ત ધ્યાન અને કાઉસગ્ગ હશે અંશે પરસ્પરાવલંબી તપ છે. જ્યાં ધ્યાન છે ત્યાં અનુક્રમે કાયાની સ્થિરતા આવવાનો સંભવ છે, અને જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ધ્યાન પ્રવર્ત્યા વગર રહેતું નથી.
કાઉસગ્ગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક ક્રિયા છે.
સામાયિક, ચઉવિસત્વો (ચોવીસ તીર્થંકરોની સ્તુતિ), ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચક્ખાશ એમ છ પ્રકારની ક્રિયાઓને આવશ્યક ક્રિયાઓ ગણાવી છે. આવશ્યક એટલે અવશ્ય-અચૂક કરવા જેવી આ ક્રિયાઓ દરેક રોજેરોજ સવા૨ અને સાંજ એમ બે વાર
ક૨વી જોઈએ. આ ક્રિયાઓમાં પાંચમી ક્રિયા તે કાઉસગ્ગ છે અને કે
પંચમ ગતિને એટલે કે મોક્ષને અપાવનારી છે.
કાઉસગ્ગમાં લોગસ્સ અથવા નવકારમંત્રનું ધ્યાન ધરવામાં આવે છે. ક્યારેક જિનેશ્વ૨ ૫૨માત્માના ઉત્તમ ગુણોનું, આત્મસ્વરૂપનું ધ્યાન પટ્ટા ધરાય છે. લોગસ્સમાં ૨૪ તીર્થંકરોનું ધ્યાન ધરતા ધરતા પોતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સહિતનું ધ્યાન કરાય છે. નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રનો કાઉસગ્ગ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણનો ગણાય છે જ્યારે લોગસ્સનો કાઉસગ્ગ પચ્ચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કરવાનો હોય છે. લોગસ્સ સૂત્ર ગઠ્ઠાધર રચિત મનાય છે, એની સાથે યોગપ્રક્રિયા જોડાયેલી છે, લોગસ્સમાં દર સાતમાં તીર્થંકર પછી એટલે કે સાત, ચૌદ અને એકવીસના તીર્થંકરના નામ પછી ‘જિગ' શબ્દ વપરાયો છે. સાત તીર્થંકરના નામોચ્ચાર સાથે એક વર્તુળ પુરૂ થાય છે. ચોવીસ તીર્થંકરોના નામોચ્ચાર સાથે એ રીતે સાડાત્રશ વર્તુળ થાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક્ર પાસે ફેબ્રુઆરી - ૨૦૧૮
જીવન