Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 51
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક શુભારંભ કરીને તેને પૂરી તાકાતથી પૂરૂં કરવું તે શ્રેષ્ઠ છે. દા.ત. પ્રભુના નામનો જાપ જપવા લીધો તો પહેલેથી તેની સંખ્યા નક્કી કરી લેવી. કે હાલ મારે આટલી સંખ્યામાં જાપ કરવો છે પછી પ્રભુના નામના જાપમાં મન પરોવી દેવું. પ્રભુના નામ મારા મોંઢામાં અને મનમાં છે તો મને હવે કોનો ડર છે? અનંત શક્તિનો ધણી મારી ચિંતા કરતો બેઠો છે. હું જેનું ચિંતન કરું છું તે શું મારી રક્ષા નહિ કરે ? અવશ્ય કરશે. જાપ વખતે નિર્ભય અને નિથળ ચિત્ત રાખવું. ધારેલો જાપ કરીને જ ઉઠવું. બીજું ખાસ ધ્યાનમાં રાખવું કે મન તો કેમેરા જેવું છે. તેથી પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વચન અને પ્રત્યેક વિચારને તે ઝડપથી પકડી લે છે. આપણી દૈનિક પ્રત્યેક માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિઓનું તેમાં પ્રતિબિંબ બને છે તેથી મન વચન અને કાયિક પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ બને છે. તેથી મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ એવી રાખવી કે જેથી મન પર તેની માઠી અસર ન પડે. મન તરંગી ન બની જાય. ઝાઝા અને જંજાળી જાતજાતના વિચારો કરતા રહેવાથી મન મલિન, સત્ત્વહીન અને ચંચલ બની જાય છે. મનની શક્તિઓ વેરવિખેર બની જાય છે. અને જો મનની શક્તિઓને એકત્રિત ક૨વામાં આવે તો તેના દ્વારા સ્વ-પરનું કલ્યાણ કરી શકાય છે. પણ ધારીએ એટલું સરળ આ કામ નથી. મનરૂપી મર્કટ મહા તોફાની અને ચંચળ છે છતાં તેને આત્મજ્ઞાનરૂપી દોરડા વડે બાંધી શકાય છે. જ્યાં સુધી માનવ આ મન દ્વારા ભૌતિક સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે ત્યાં સુધી આ મનરૂપી મર્કટનું સુખ તોફાન ચાલુ રહે છે. પણ જ્યારે માનવ તેના દ્વારા ભૌતિક ભોગવવા ઈચ્છતો નથી, તેનો ઉપયોગ વિષયોપભોગમાં કરતો નથી ત્યારે અનાદર પામેલું મન આપોઆપ શાન્ત થઈ જાય છે. જ્યાં સુધી આ મન દ્વારા સુખ ભોગવવાની ઈચ્છા રહે છે ત્યાં સુધી મનની ચંચળતા દૂર થતી નથી. તે માટે જીવનમાં તીવ્ર વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્યથી ઉત્તમ ભાવ પ્રગટ થાય છે. તેથી મનની દોડધામ બંધ થાય છે. મન અન્તર્મુખ બને છે અને તેથી આત્માનંદ પ્રગટ થાય છે. મન જ માનવીને ઉન્નતિના શિખર પર ચઢાવે છે અને તે શિખર ઉપરથી નીચે પણ તે જ પાડે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષીનું અને કંડરીક મુનિનું ઉદાહરણ તેનો પ્રત્યક્ષ પુરાવો છે. આ મનને વશ કરવા જ યોગ સાધના કરવાની છે. અને મનને વશ કરવું એ જ પરમ યોગ છે. આમ તો પ્રત્યેક આત્મલક્ષી ધર્મ ક્રિયા યોગ કહેવાય છે. શિવ મોક્ષેશ યોજનાોગઃ। જે જીવને શિવ સાથે જોડે તે યોગ ભલે પછી તે ધર્મક્રિયા નાની હોય કે મોટી હોય, અલ્પકાલીન હોય કે દીર્ધ કાલીન, પણ તે ધર્મક્રિયા નિષ્કામ ભાવથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક થતી હોય તો તે ધર્મક્રિયા યોગ જ કહેવાય. ફેબ્રુઆરી - ૨૦૧૮ યોગબિંદુ નામના ગ્રંથમાં જેનાચાર્ય પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. સાહેબે પાંચ પ્રકારના યોગ બતાવેલો છે. (૧) અધ્યાત્મ યોગ (૨) ભાવના યોગ (૩) ધ્યાન યોગ (૪) સમતા યોગ (૫) વૃત્તિસંક્ષેપ યોગ. અધ્યાત્મ ભાવના ધ્યાનું સમતા વૃત્તિસંક્ષેપઃ । મોક્ષેશ યોજનાધોગ, એજ શ્રેષ્ઠો યયોત્તરમ્ ।।૩૧ || (યોગબિંદુ) આ પાંચ પ્રકારનો યોગ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. અધ્યાત્મ યોગથી ભાવના યોગ શ્રેષ્ઠ છે. ભાવના યોગથી ધ્યાન યોગ શ્રેષ્ઠ છે. ધ્યાન યોગથી સમતા યોગ શ્રેષ્ઠ છે. અને સમતા યોગથી વૃત્તિસંક્ષય યોગ શ્રેષ્ઠ છે. આ પાંચ પ્રકારના યોગનું કામ જીવને મોક્ષ સાથે જોડવાનું છે. યોગનો મહિમા બતાવતા યોગબિંદુ ગ્રંથના રચયિતા મહાપુરુષ ફરમાવે છે કે - યોગ: કલ્પતરુ: શ્રેષ્ઠો, યોગશ્ચિન્તામતિ: પરઃ । યોગ: પ્રધાનં ધર્માણાં, યોગ: સિદ્ધે સ્વયંચત: || ૩૭ || છે. યોગ કલ્પવૃક્ષથી, ચિંતામણિથી અને બધા ધર્મસ્થાનોમાં શ્રેષ્ઠ અને સિદ્ધવધૂ સાથે પાણિગ્રહણ કરાવનારો છે. યોગ એ જન્મરૂપી બીજને બાળી નાંખનારો અગ્નિ છે. જરાની પણ જરા છે, દુઃખોનો ક્ષય કરવા ક્ષયરોગ સમાન છે અને મૃત્યુનો પણ કાળ છે. અર્થાત્ મૃત્યુનું પણ મોત કરનારો યમરાજા છે. આ યોગરૂપી લોખંડી બખ્તરથી જેનું ચિત્તરૂપી શરીર સજ્જ છે... તેને કામદેવના તીક્ષ્ણ બાશોની વર્ષા પણ કાંઈ કરી શકતી નથી. તેની આગળ તે બાશો કુંઠિત બની જાય છે. જેમ મલિન સુવર્ણ અગ્નિના સંયોગે શુદ્ધ થાય છે તેમ યોગરૂપી અગ્નિના સંયોગે અવિદ્યાથી મલિન બનેલો આત્મા પણ શુદ્ધ બને છે. યોગથી સ્વીકારેલા વ્રત નિયમમાં સ્થિરતા, ધૈર્ય, શ્રદ્ધા, સર્વ જીવો ઉપર મૈત્રીભાવ, લોકપ્રિયતા, સહજ પ્રતિભા અને તત્ત્વપ્રકાશ પ્રાપ્ત થાય છે. તથા અનુચિત કાર્યનો હઠાગ્રહ હઠી જાય છે, સુખ-દુઃખ, માન-અપમાન, નિંદા-પ્રશંસા વગેરે સાંસારિક દ્વંદ્વો સહન કરવાની શક્તિ પ્રગટ થાય છે. જીવન નિર્વાહના સાધનો સાજભાવે પ્રાપ્ત થાય છે. એટલું જ નિહ પણ યોગના સાધકને સંતોષ, ક્ષમા, સદાચાર, યોગવૃત્તિ, પુણ્યોદય, આર્દયતા, ગૌરવ, શમનું સુખ વગેરે પણ પ્રાપ્ત થાય છે. યોગમાં પ્રગતિ થતાં આર્માધિ, ખેલોધિ વગેરે લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. પબદ્ધ જીવન ૫૧

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140