________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
કે આ બધી માથાકૂટ છોડીને અંતરની ખબર છે, તું પાણીમાં માછલીના પગની નિશાની શું શોધે છે? મહાયોગી આનંદમન વિશેની એક પ્રચલિત કથા એવી છે કે તેઓ મેડતા શહે૨માં
ચાતુર્માસમાં સ્થિરવાસ કરી રહ્યા હતા. એ સમયે રાજાની અાગમતી રાણીને કાગળ પર એક મંત્ર લખીને આપ્યો. રાજાને એની જાણ થતાં એ કોપાયમાન થયો. એન્ને કહ્યું કે સાધુ થઈને આવું કરવું તે અનુચિત ગણાય. આનંદઘને તાવીજમાં રહેલો કાગળ
વાંચવાનું કહ્યું. એમાં યોગી આનંદધને લખ્યું હતું,
‘તેરા પતિ વશ હોવે ઉસમેં આનંદઘન કો ક્યા, તેરા પતિ વરા ન હોવે ઉસમેં આનંદધન કો ક્યાં.' જીવનની વ્યર્થતા વિશે આનંદને અહીં માર્મિક રીતે કહ્યું છે. એ જ રીતે આ પદમાં એ કહે છે,
શિર પર પંચ બન્ને પરમેસર, ઘટમેં સુછમ બારી
આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધૂ કી તારી....
(તારા મસ્તકમાં વસતા પંચ પરમેશ્વરને તારા હૃદયની સૂક્ષ્મ બારી વડે જો. કોઈ આત્મજ્ઞાનનો અભ્યાસી વિરલ પુરુષ તેને ધ્રુવ તારાની જેમ નિરખે છે.)
શિર પર પંચ પરમેશ્વર વસે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ મસ્તકને ધ્યાનનું સ્થાન બતાવ્યું છે, જ્યારે યોગમાર્ગમાં હૃદયથી મસ્તક સુધી જવા માટે સુષુમ્ના નાડી છે, ત્યાં થઈને બ્રહ્મરંધ્ર સુધી જવાય છે. પરિણામે સુષુમ્ના નાડી રૂપ બારી છે, ત્યાં આત્મઉિપયોગ રાખીને છેક બ્રહ્મરંધ્ર સુધી આત્મ ઉપયોગે ચડવું. આમ થાય ત્યારે તે ત્યાં પોતાના આત્માને ધ્રુવ તારાની જેમ સ્થિર જુએ છે. આવા આત્મા ધ્રુવતાના દર્શન એ જ પરમેષ્ટિ દર્શન છે.
કવિ અને લેખકોએ મસ્તકને ઉત્તમાંગ કહ્યું છે અને આ મસ્તકમાં બ્રહ્મરંધ્ર રહેલું છે. અવધૂત આનંદધન યોગસાધકોની સાધનાનું દર્શન કરાવતાં કહે છે કે,
૩૮
આશા મારી આસન ધરી ઘટમેં, અજપાજાપ જગાવે. આનંદયન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે.... અવધૂ (૪)
આશાનો ત્યાગ કરી હ્રદયરૂપ થટમાં સ્થિર ઉપોગરૂપ આસન જમાવી વૈખરી વાણી વિના જો 'સોહમ'નો જાપ કરે તો સાધક
આનંદ-સમૂહ ચૈતન્યમૂર્તિરૂપ નિરંજન પરમાત્મ દેવને પામે છે અને તે વખતે જાપ સ્વયંમેવ લયરૂપ બની જાય છે અને અજપાજાપ ચાલુ થઈ જાય છે. જૈન યોગની દૃષ્ટિએ આત્મા અને પરમાત્માનું તાદાત્મય સિદ્ધ થાય છે ત્યારે આત્માની જ્યોતિ મનન, ચિંતન, ધ્યાન દ્વારા પરમાત્મામાં લીન થઈ જાય છે. પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત
કરે છે. અને અલક્ષ્ય બની જાય છે. આ આનંદધન આ અલક્ષ્ય - અલખના સાધક અને આરાધક છે.
કવિએ અહીં સાધકને ભલામણ કરી છે કે ‘“હે સાધક! સંસારમાં આશા અને અપેક્ષા રાખ્યા વિના કાર્ય કર્યે જા અને આત્મઘરમાં આસન જમાવી દે.”
યોગસાધકો મનની સ્થિરતા માટે આસનો કરે છે. અહીં
ધ્યાનસાધકોને આત્મઘરમાં આસન બિછાવવાનું કહ્યું છે અને વાણી વિના અજપાજાપ કરવાનું કહ્યું છે. આમ કરે તો સાધક ચૈતન્યમૂર્તિનાથ નિરંજનને પામે છે. યોગસાધકોની સાધનાનું માર્મિક દર્શન છે.
કવિ આનંદઘન આશાવરી રાગમાં આપતાં કહે છે, 'અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે...
આનંદઘન કહે છે કે, જગતમાં માત્ર રામ નામના નારા લગાવવાથી રામ મળતા નથી, તો રામ છે ક્યાં? એ કહે છે કે જગતના જીવો રામ નામનો જાપ કરે છે, પરંતુ તેના અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. સહુ પોતાના ઈષ્ટદેવતાનું રટણ કરતાં હોય છે, પરંતુ એના વાસ્તવિક સ્વરૂપને ભાગ્યે જ કોઈ જાણતું હશે. ક્યાં છે આ રામ? એક કવિએ કહ્યું છે,
એક રામ દશરથ ૧૨ ડોલે, એક રામ ઘટો ઘટ બોલે, એક રામ જગત પસારા, એક રામ જગસે ન્યારા.
‘લોકો બર્દિબુપ” માત્ર બાહ્ય દુષ્ટિને કારણે લોકો એના અલક્ષ્ય સ્વરૂપ સમજી શકતા નથી. સંત કબીર કહે છે કે ‘લક્ષ્યના ઉપયોગ વિના કેવળ રામ-રામનું સ્મરણા કરે તે સર્વેને અંધ સંસારીઓ ગણવા' આથી આંનદશનના કહેવા પ્રમાશે વેદપાઠી વેદ ભણીને, ગીતાપાઠી ગીતા કરીને અને જિનાગમ જાણનારાઓ જિનાગમની વાતો કરીને થાક્યા છે, કારણકે એમણે આનો માત્ર અભ્યાસ કર્યો છે, પરંતુ આમ કરતી વખતે તેઓ બર્હિઆત્માને છોડી શક્યા નથી. આનંદઘન કહે છે,
‘આગમ પઢિ આગમઘર થાકે, માયાધારી છાકે, દુનિયાદાર દુનિ સેં લાગે, દાસા સબ આશા કે....(અવધૂ)” આનંદઘનજીએ યોગની વાત કરતાં કહ્યું છે કે માત્ર સંસારનો ત્યાગ કરવાથી, લંગોટ પહેરી લેવાથી કે ભભૂતિ લગાવવાથી યોગી પ્રજીવા ફેબ્રુઆરી - ૨૦૧૮
એક રામ દશરથ પુત્ર રામ, બીજા રામ પ્રત્યેક જીવના હૃદયમાં વસ્યા છે, તો કોઈ કહે છે કે રામ તો જગતવ્યાપી છે, પરંતુ સંત તેની છેલ્લી પંક્તિમાં મર્મ ખોલી આપતાં કહે છે કે આ રામની વચ્ચે પણ એક રામ વસે છે અને તે સૌથી ન્યારા અને નિરાળા આતમરામ. આનંદધન એ આતમરામની વાત કરે છે.