________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
ત્રિવેણીમાં જિજ્ઞાસુ સ્નાન કરે છે. એ સાધકને એકાએક સાધનાના ઊંડાણમાં લઈ જતા નથી, પરંતુ ક્રમશઃ ઉત્તરોત્તર ઉન્નત સોપાનનું દિગ્દર્શન કરાવે છે. જ્યારે એમનાં પદોમાં યોગના અગમપિયાલાના પાન પછીની અનુભવલાલી પ્રગટ થાય છે. આ મસ્તી અને અનુભવલાલી એવી છે કે તીર્થંકરને પ્રિયતમની દૃષ્ટિથી નિહાળે છે. ‘ૠષભ જિનેસ૨ પ્રિતમ મ્હારા, ઓ૨ ન ચાહુ રે કંત.' એમ કહે છે.
અહીં નિર્ગુણ પરંપરાના મહાન સંત કબીરની અંતરભાવનાનો અનુભવ થાય છે. કબીર કહે છે, 'રામ મેરી પીવ, મૈં તો રામ કી બહુરિયા.' આનંદઘનજી ભગવાન ઋષભદેવની પ્રેયસીના રૂપમાં શબ્દાંતરે આ વાત કરે છે. એ કહે છે કે ભગવાન ઋષભદેવ મારા પ્રિયતમ છે મારે કોઈ બીજા પતિ કે પ્રિયતમની જરૂર નથી. એ પ્રસન્ન થઈ જાય તો બધું જ મળી જાય. વળી આ પ્રેમ સંબંધ તો નિરૂપાધિક છે. કોઈપા પ્રકારની સાંસારિક અભિલાષાઓના બંધનથી મુક્ત છે. એમના પર્દામાં વિરહિણીની વેદના મળે છે. રાજસ્થાનનું મેડતા ગામ એ મીરાં અને આનંદધનની પાવનભૂમિ છે. જાણે મીરાંના વિરહનો ભાવ આનંદશનમાં એ જ રીતે આકારિત થતો લાગે છે.
આ કવિની શ્રી પુણ્યવિજયજી આદિ સંગ્રહમાંની ૧૩૪૪૨ ક્ર્માંક ધરાવતી પ્રતમાં મળતું એક અપ્રગટ પદ તીર્થંકર ઋષભદેવનું કેવું અનોખુ અવધૂતરૂપ આલેખે છે.
બાવા રીષભ બેઠો અલબેલો, ડારું ગુલાલ સુંઠી ભર,
ચોવા ચોવા ચંદન ઓર અરગજા કેસરી મટકી ભરકે.
મસ્તક મુગત કાંને દોય કુંડલ, એના ગજરા સિરપ, બાંહે બાજૂબંધ સોહે બહોરખા અંગી બની હીરા અલ કે
બા.
બા. ૧
બા. ૨
બા. ૩
બા. ૪
આનંદન કે નાથ નિરંજન તાર લીજ્યો અપનો કરકે, આનંદઘનનાં પદોમાં ‘અવધૂ’ શબ્દનો પ્રયોગ મળે છે. ઘણાં પદોનો પ્રારંભ જ એ ‘અવધૂ' સંબોધનથી કરે છે. ગુરુ દત્તાત્રેયના ચેલાઓ શરીરે ભસ્મ લગાડી, હાથમાં ચીપીયો રાખી અલેક અલેક પોકારે તેને ‘અવધૂ' કહેવામાં આવે છે પણ અહીં અવધૂ શબ્દપ્રયોગ આત્મજ્ઞાનમાં મસ્ત એવા જિજ્ઞાસુ કે જ્ઞાનીને માટે છે.
યોગી આનંદઘને એક ભિન્ન પ્રકારના યોગનું આલેખન કર્યું છે. એક અર્થમાં કહીએ તો એમન્ને આચાર્ય હરિભદ્રસૂરિનું
ફેબ્રુઆરી - ૨૦૧૮
યોગદૃષ્ટિ સમુચ્ચય' અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્ર’ની યોગની વિચારણાની સાથોસાથ રાજયોગ અને હઠયોગની પરિભાષાનો પણ પ્રયોગ કર્યો છે. એમણે હઠયોગ અને રાજયોગની પદ્ધતિ સાથે જૈન સિદ્ધાંતો અનુસાર આત્માના મૂળ ગુન્નો અને ઉત્તર ગુણોનો સ્વીકાર કરીને એને યોગપતિ સાથે જોડ્યા છે, જેથી એનું રૂપ આધ્યાત્મિક બની ગયું છે, કારણ કે મુળગુણ, સંવેદ, નિર્વેદ, શીલ, કે વૈરાગ્ય, સંયમ, સમિતિ, ગુપ્તિ આદિ સાધનાના આંતરિક પક્ષો સાથે જોડાયેલા છે.
બીજી બાજુ એકવીસમાં નમિનાથ ભગવાનના સ્તવનમાં ભારતીય દર્શનના છએ દર્શનની વાત કરી છે. આ છએ દર્શનો જિનેશ્વર ભગવાનના અંગરૂપ છે. અને એને જિનમતરૂપી કલ્પવૃક્ષની ઉપમા આપે છે. એના બે પગ એટલે કે વૃક્ષના મૂળરૂપ તે સાંખ્યદર્શન અને યોગદર્શન જ્યારે બૌદ્ધ દર્શન અને મીમાંસક મત એ જિનેશ્વર પ્રભુના બે સશક્ત હાય. ચાર્વાક દર્શન એ જિનેશ્વરના પેટ અને જૈનદર્શન એ મસ્તિષ્ક.
આ રીતે છએ દર્શનોનો સમન્વય કરતાં આંનદથનમાં ઉદારના અને સમન્વયવાદિતા જોવા મળે છે. તેઓ ચાર્વાક મતને પણ ભૂલ્યા નથી અને છટાદાર રીતે નયવાદ - સ્યાદ્વાદનું આલેખન કરે છે. એ કહે છે,
જિનવરમાં સધળા રિાશ છે, દર્શન જિનવર ભજના રે; સાગરમાં સધળી તટની સહી, નટનીમાં સાગર ભજના રે.
આ યોગી દેહને કઈ રીતે જુએ છે ? નરસિંહ મહેતા આ દેહને ‘કાયા પાત્ર છે કાચું' કહીને ‘એ ચાંદરડું ચાર દિવસનું અંતે તો અંધારું.' એમ કહે છે.
જ્યારે ધીરો ભગત કાયાને આકડાના ફૂલ સાથે સરખાવે છે, ‘ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ.’ તો અવધૂ આનંદધન
કાયાને મઠ સાથે સરખાવે છે અને એ ચેતનને જગાડી જગાડીને કહે છે આ શરીરરૂપી મઠમાં મોનિદ્રામાં ક્યાં સુધી રહીશ? હવે જાગ! ભીતરમાં દ્રષ્ટિ કર, આ પુદ્ગલ એનો નાશવંત ધર્મ ક્યારે છોડતો નથી, તો તું તારા સ્વભાવને કેમ છોડે છે? તે તારા આત્મપ્રદેશોને કંપિત કરી રહ્યો છે. એ કહે છે,
अवधू क्या सोवे तन मठमें, जाग विलोकन घटमें...। अवधूतन मठ परतीत न कीजे, ठहि परे एक पल में...। हलचल मेटि खबर ले घटकी, चिन्हे रमतां जलमें... ।
હે અવધૂત આત્મા! તું તારા શરીરરૂપી મઠમાં કેમ સૂઈ રહ્યો છે ? જાગ અને અંતરઘટને જો, આ તનમઠનો ભરોસો કરતો નહિ. એ તો એક ક્ષણમાં ઢળી પડશે. માણસની બાહ્ય વ્યસ્તતાને છોડીને ભીતરમાં જોવાનું કહેતા આનંદધન કહે છે તું ‘હલચલ મેટી' એટલે
પ્રાં જીવન
૩૭