________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
દેવચંદ્રજ મહારાજે જે સ્તવનો ર છે એમાં આ વિષયને ખૂબજ સારી રીતે રજુ કર્યો છે. આવા તાત્વિક સ્તવનોના હસ્યો જે સમજી શકે એમને આત્મસાધના ધ્યાન સાધનાના રહસ્યો ખુલી જશે. પ્રભુ છદ્મસ્થાવસ્થામાં ધ્યાન કરવા માટે સર્વ પ્રથમ ધ્યેયરૂપે સિદ્ધ - મુક્ત ભગવંતોને કેન્દ્રમાં રાખે છે. સિદ્ધસ્વરૂપ એટલે આત્માના સર્વ કર્મોના નિવારણથી સંપૂર્ણપણે પ્રગટ થતા સર્વ ગુણોના સ્વરૂપને નિહાળે છે અને જે અને જેવું સિદ્ધનું સ્વરૂપ છે. તેવું જ પરમ વિશુદ્ધ સ્વરૂપ મારી આત્માનું પણ છે. કારણ કે દ્રવ્યરૂપે બન્ને આત્મદ્રવ્યોની સંપૂર્ણ સર્વાંશે સમાનતા છે. ગુણએ પણ જે એક આત્માના છે તેવા જ સંસારની અનંતાત્માઓના છે. સાદયતા સર્વાંશે છે. માત્ર સિદ્ધના ગુણો પુદ્દગલ દ્રવ્યના કાર્મિક આવરણથી
તેના બંધનથી મુક્ત છે. જ્યારે સંસારી જીવોના એ જ ગુશો આવરણથી આચ્છાદિત છે. ઢંકાયેલા છે. આવું સ્વરૂપ એક વાર સમજાઈ ગયા પછી સાધ્યનું રહસ્ય સ્પષ્ટ થઈ જાય છે. હવે સાધનામાં ક૨વાનું શું છે? બસ આત્માના સત્તાગત ગુણો ઉપ૨ રહેલા આવરણ અર્થાત આચ્છાદિક આવરણીય કર્મોના આવરણનો ક્ષય-નાશ કરવાનો એક માત્ર કાર્ય કરવાનું છે. એને જ સાધ્ય બનાવીને સ્વણુશોની જ સાધના કરવાની છે. કર્મ શાસ્ત્રીય નિયમ જ એવો છે કે જે જે ગુણની સાધના - ઉપાસના કરવામાં આવે તે તે ગુશ ઉપ૨ના કાર્મિક આવ૨ારૂપ આવરણીય કર્મની નિર્જરા થતી જાય છે. તેના કાર્મશ વર્ગણાના પરમાણુઓ વિખરાતા જાય છે. છૂટા પડતા જાય છે અને તેની નીચે દબાયેલા ગુણો પ્રગટ થતા જ જાય છે. જેમ સૂર્ય ઉદય વખતે જેટલો બાહર નીકળતો જાય છે તેમ તેમ રાત્રીનો અંધકાર દૂર થતો જ જાય છે. અને સૂર્ય પૂર્ણ - સંપૂર્ણપણે પ્રગટ થઈ જાય ત્યારે સામે અંધારૂ પણ સંપૂર્ણપર્શ અદૃશ્ય થઈ જાય છે. છેવટે આવ૨ણીય કર્મો શેના ઉ૫૨ છે. દ્રવ્યથી તો આત્મપ્રદેશો ઉપર જ છે. પરંતુ ગુણો ઉપર હોવાથી જે આત્માના ગુણોને જ આવરે છે. તો તે જ કર્મના આવરણો જો ખસી જાય તો ગુણો જ પ્રગટ થાય છે.
જેમ વાદળો ખસતા સૂર્ય પૂર્ણપણે પ્રગટ થાય છે. સૂર્યનો પ્રકાશ સમગ્ર પૃથ્વી તલને પ્રકાશિત કરે છે. પૃથ્વીતપ ઉપરના સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરે છે. એવી જ રીતે આત્માના સત્તાગત ગુણો જે જ્ઞાન - દર્શન - ચારિત્રાદિ છે તેના ઉ૫૨ના આવરણો જે કર્મ રૂપે કર્માવરણ તરીકે ઓળખાય છે. તેનો નિર્જરા ધર્મારાધના વર્ક સંપૂર્ણ થઈ જતા સમસ્ત ગુો પૂર્ણરૂપે પ્રગટ થાય છે. ગુણો આત્મામાં અનંત પ્રમાણમાં છે. જ્ઞાન પણ અનંતુ છે, દર્શન પણ અનંતુ છે, ચારિત્ર પણ અનંતુ છે. એવા સમસ્ત ગુણો અનંત પ્રમાણમાં છે. એક - એક આત્મા પ્રદેશે અનંત ગુણો અનંત પ્રમાણમાં છે. સત્તાગત અસ્તિત્વ તેમનું અનંતકાળથી છે. આ રીતે મૂળમાં જોતા આખો ધર્મ જ આત્મ કેન્દ્રિત છે. આત્માના ગુણોને કર્મ બંધનમાંથી છોડાવીને મુક્ત કરવાની પ્રબળ પ્રક્રિયા અથવા પુરુષાર્થ જ ધર્મ છે.
૨૮
આવુ આંતર્ધ્યાનમાં નિરીક્ષણ કરીને આત્માના ગુણોને ઓળખી અનુભવી શકાય છે. વીર પ્રભુ સાડાબાર વર્ષોના સાધનાકાળમાં આત્મગુઠોને પૂર્ણપણે પ્રગટ કરવાનો એક માત્ર નિર્ધાર કરીને સાધ્યને અનુરૂપ સાધના કરી રહ્યા હતા. અને આમાં પુરુષાર્થ એક માત્ર આવરીય કર્મોના આવરણોનો સમૂળ - સંપૂર્ણ સર્વથા ક્ષય ક૨વાનો પ્રબળ - એટલે ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા હતા. તે જ આ ધ્યાન સાધના. એના જ આધારે પ્રબળ નિર્જરા વધુ પ્રમાણમાં થાય છે. આત્માની સાથે મને જોડાઈને તે તે ગુશમાં કેન્દ્રિત થઈને સ્થિર રહે છે. એ જ પ્રક્રિયા ધ્યાનની છે. આવા શુક્લ ધ્યાનમાં ને વીર પ્રભુએ ચારેય થાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો અને જ્ઞાન - દર્શનાદિ ગુોને સંપૂર્ણ - અનંત પ્રમાણમાં પ્રગટ કર્યા. આ જ સાધ્ય તેમને સાધ્યું. એવા વીર - મહાન વીર · મહાવીરને અનંત અનંત વંદના... તેમને વંદન - નમન કરીને આપણે સૌ સ્વ ગુણ નિરીક્ષણમાં ઉતરીએ અને આવરણોનો ક્ષય કરીએ, એ જ અભ્યર્થના. pun સંપર્ક : ૭૦૨૦૫૪૪૪૦૪
સમતાયોગ
દેવાધિદેવના એક પગના અંગૂઠે ચંડકૌશિક સર્પ ડંખ મારે છે અને એ જ ચરણકમળમાં દેવેન્દ્ર પ્રણામ કરે છે. પણ એ સમતા સાગરના સ્વામીને તો એ બેમાંથી કોઈ પ્રત્યે નથી રોષ કે નથી રાગ. પરંતુ આત્મનુષ્યતાનો ભાવ છે તે સમતાભાવ કહેવાય છે. આ સમતાનો પરિણામ તે જ આ સમતાયોગ.
આ સમતાોગની સાધના નાર પદાર્થોમાંથી રૂચિ અને પ્રીતિ ત્યાંથી હઠી એકમાત્ર આત્મામાં બંધાય છે ત્યારે શરૂ થાય છે. માથું દુઃખે એટલે વેદનાગ્રસ્ત થઈ જઈએ. ધંધામાં ખોટ જાય એટલે ચિંતાગ્રસ્ત થઈ જઈએ. આ બધી નબળાઈઓ ખંખેરી નાંખવાનું અદ્ભુત જોમ સમતાયોગના મનન ચિંતનથી આત્મામાં જાગે છે.
પણ જીવા
ફેબ્રુઆરી - ૨૦૧૮