________________
પ્રસ્તાવના
અમારી આવૃત્તિની ૧૫મી અને ૧૫૭મી આ બે મૌલિક ગાથાઓ, શ્રી રાઠોડજીએ ઉપયોગમાં લીધેલી તાડપત્રીયપ્રતની નકલમાં હોવાથી, તેમણે આ બે ગાથાઓને અમૌલિક માનીને ભૂલવાચનામાં સ્વીકારી નથી. આથી પ્રસ્તુત ગ્રંથના સંપાદક તરીકેની શ્રી રાઠોડની એક પ્રકારે અનધિકારચેષ્ટા છે એમ કહી શકાય. આ હકીકત સ્પષ્ટ કરું છું–૧૫૫મી ગાથામાં રુચકપર્વતના દક્ષિણકૂટની આઠ દિશાકુમારીઓનો નિર્દેશ છે તેમાંની એકથી પાંચ દિશાકુમારીનાં નામ ૧૫૫મી ગાથામાં છે, અને છઠ્ઠી, સાતમી અને આઠમી દિશાકુમારીનાં નામ ૧૫૬ મી ગાથામાં છે. આથી અમારી વાચનાની ૧૫૬મી ગાથાની મૌલિકતા સહજ સિદ્ધ છે. અમારી વાચનાની ૧પ૭મી ગાથામાં જે આઠ દિશાકુમારીનાં નામ છે તેમના જ પરિચય માટે ૧૫મી ગાથામાં નિરૂપણ છે, અર્થાત ૧૫૭મી ગાથા ન હોય તો ૧૫મી ગાથાનો કોઈ ઉપયોગ નથી. આથી ૧૫૭મી ગાથાની પણ મૌલિક્તા સ્પષ્ટ છે. શ્રી રાઠોડજીને આ બે ગાથા મળી છતાં તે ગાથાઓ તેમણે સ્વીકારી નથી. અહીં તેમણે જૈન સાહિત્યમાં સુવિદિત છપ્પન દિશાકુમારીની સંખ્યા મેળવવા માટે પણ વિચાર્યું હોત તો પણ આ બે મૌલિક ગાથાઓ મૂલવાચનામાં લીધી હોત.
મેં પહેલાં જણાવ્યું તેમ પ્રસ્તુત પ્રકીર્ણકની જાલોર-પ્રકાશિત આવૃત્તિની વાચનાના અમૌલિક પાઠોની સંપૂર્ણ નોંધ લખવામાં આવે તો એક નાની પુસ્તિકા થઈ શકે. અહીં ફક્ત અભ્યાસી વિદ્વાનોને ખ્યાલ આપવા માટે, અને જે કોઈ વિદ્વાન, પૂજ્યપાદ પં. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજના પાંડિત્યને જાણતા હોય તેમનું, “જાલોર-પ્રકાશિત પ્રસ્તુત પ્રકીર્ણકના એક સંપાદક પં. શ્રી કલ્યાણવિજ્યજી હોઈ શકે કે કેમ ?” આ બાબતમાં ધ્યાન દોરવા માટે મેં આ પ્રકીર્ણકની ફક્ત ૨૦૯ ગાથા સુધીની વાચનાની મૌલિકતા અને શુદ્ધતાના સંબંધમાં મોટા ભાગના પાઠોની ચર્ચા લખી છે. આ નોંધો લખવા માટે મારો બીજો આશય પણ જણાવું છું–જે જાલોર-પ્રકાશિત તિથોરી પ્રકીર્ણની પદ્ધતિએ આપણું પ્રાચીન ગ્રંથોનાં સંશોધન-સંપાદન થાય તો તે તે પ્રકાશિત ગ્રંથોની વાસ્તવિક ઉપયોગિતા નહીંવત ગણાય. આવાં અશાસ્ત્રીય પદ્ધતિએ થતાં સંપાદન–પ્રકાશનની ઉચિત સમીક્ષા લખવા માટે હું અભ્યાસી વિદ્વાનોને વિનંતિ કરું છું, જેથી પ્રાચીન ગ્રંથોના સંપાદનના વિષયમાં નધણિયાતા ખેતર જેવી પરિસ્થિતિ આગળ વધે નહીં.
અમારા આ પ્રસ્તુત ગ્રંથમાં આવેલાં મોટા ભાગનાં પ્રકીર્ણસૂત્રોનો વિવેચનાત્મક હિંદી-ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને જે પ્રકાશિત કરવામા આવે તો ઘણા જીવોને જીવન સાર્થક કરવા માટે એક મહત્વની સામગ્રી બની શકે. ઋણસ્વીકાર–
મારા ઉપર અસીમ વાત્સલ્યપૂર્ણ કૃપાથી જેમણે મને શાસ્ત્રસંશોધનાદિ કાર્ય કરવા માટે શિક્ષા આપી, જેના પ્રતાપે મારા જીવનનો સારો એવો સમય નિરવદ્ય પ્રવૃત્તિમાં વ્યતીત થયો, તે દિવંગત ઉપકારી ગુરુવર્ય આગમપ્રભાકર મૃત–શીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજના ચરણારવિંદમાં સવિનય વંદન કરીને ધન્યતા અનુભવું છું.
પૂજ્યપાદ આગમપ્રભાકરજીના દેહાવસાન પછી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત જૈનઆગમ-ગ્રંથમાલાના સંપાદનાદિ કાર્યના અધિકારી વિદ્વાન, ભારતીય દર્શનશાસ્ત્રોના ગંભીર અભ્યાસી જ્ઞાનયોગી પૂજ્યપાદ મુનિભગવંત શ્રી જંબુવિજયજી મહારાજ સાહેબે પ્રસ્તુત ગ્રંથનાં સંપાદનમાં કેટલાંક વિચારણીય સ્થાન માટે પ્રેરણા આપીને તથા અલ્પસમયની મુલાકાતમાં પણ જૈન આગમાદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org