________________ - શ્રી આદિનાથાય નમઃ શ્રી મહામુની ધરાય નમઃ પૂ. શ્રી રાજેદ્રસૂરીશ્વર સદગુરૂનમઃ શ્રીમદ ગુણવિજય ગણિવિરચિતમ ગદ્યપદ્ય સંસ્કૃતનું મુનિ જયાનંદવિજય કૃત શ્રી નેમિનાથ ચરિત્રનું ભાષાંતર પ્રથમ પરિછેદ . જે નાભિરાજાથી ઉત્પન્ન થયેલા અર્થાત નાભિરાજાના પુત્ર સામાન્ય કેવલજ્ઞાનિઓના નાયક જિનેશ્વર અને જે નાભિથી ઉત્પન્ન થયેલ બ્રહ્મા આદિ દેવડે નમસ્કાર કરાયેલા અને જેમના ચરણકમળ શુકલવૃષભના લંછનથી સભિત છે અને સંસારમાં ધર્મિષ્ઠ પુરૂષોવડે નમસ્કાર કરાયેલા એવા શ્રી ઋષભદેવ ભગવંત જય પામે છે. આ સંસારમાં સૂર્યના પ્રકાશની સમાન પ્રકાશિત શ્રી ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીર પરમાત્મા ભવ્યાત્માઓરૂપી કમલના વિકાશમાં કારણભૂત છે. જેમ સૂર્યના ઉદયથી કમળ ખીલે છે તેમજ શ્રી મહાવીર પરમાત્માના દર્શન કરવાથી ભવ્યાત્માઓ રૂપી ભક્તોના મનરૂપી કમળ ખીલે છે, વિકસિત થાય છે. તથા જે મહાવીર ભગવંતે વસુભૂતિસુત ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ ને પણ વશ કર્યો હતે. એવા સર્વ પૃથ્વી મંડળમાં પ્રસિદ્ધ ભગવંત શ્રી મહાવીર પરમાત્મા જય પામે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust