________________
४३१
પ: સff: पापद्ध्यै सोऽन्यदाऽचालीत्सकलत्रः पुराद् बहिः । मुनिं वीक्ष्य समायान्तमशकुनममन्यत ।।७।। पृथक्कृत्य द्रुतं सार्थाद्, नीत्वा राजकुले ततः ।। घटिका द्वादश द्वाभ्यां, ताभ्यामृषिरखेदि सः ॥८॥ ताभ्यां कृपावशात् पृष्टः, कुत आगाः क्व यास्यसि ? । तेनोक्तमष्टापदाद्रौ, याता बिम्बानि वन्दितुम् ॥९॥ वियोजितो भवद्भ्यां च, सार्थादस्मि शुभाशयौ ! । श्रुत्वेति लघुकर्मत्वात्, तौ कोपं जहतुः क्षणात् ॥१०॥ ततो जीवदयामूलं, धर्ममाख्यद् महामुनिः ।
धर्माभिमुख्यं तौ प्राप्तौ, प्रत्यलाभयतां च तम् ॥११॥ હતી. (૬)
એકવાર તે રાજા પોતાની સ્ત્રી સાથે નગરની બહાર શિકાર કરવા ચાલ્યો.એવામાં સામે આવતા કોઈ મુનિને જોઈ મનમાં અપશુકન માની (૭).
તુરત સાર્થથી તેમને અલગ કરી તે રાજમહેલમાં લઈ ગયો. ત્યાં તે બંને રાજા-રાણીએ તે ઋષિની બારઘડી સુધી કદર્થના કરી. (૮)
પછી દયા આવવાથી તેમણે મુનિને પૂછ્યું કે, “તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો ?” તેમણે કહ્યું કે “અષ્ટાપદ ગિરિપર મારે જિનપ્રતિમાઓને વંદન કરવા જવું છે. (૯)
પણ હે શુભાશય ! તમે મને સાર્થથી અલગ કર્યો. તેથી મુશ્કેલીમાં આવી પડ્યો છું.” એ પ્રમાણે સાંભળીને લઘુકર્મી તેમણે તુરત રોષનો ત્યાગ કર્યો. (૧૦)
એટલે તે મહામુનિએ તેમને જીવદયા મૂળ ધર્મ સંભળાવ્યો.