________________
ચેતનાનું જાગરણ જે
પણ હિ ડિ હિ હ હિ /િ
આગમ સાહિત્યમાં જયંતી ઉપાસિકાની એક વાત આવે છે. તે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે,
"ભગવાન ! માણસો સૂઈ જાય તે સારું કે તેઓ જાગતા રહે તે સારું ?”
ભગવાન કહે છે - "કેટલાક લોકો સૂઈ જાય તે સારું અને અમુક લોકો જાગતા રહે તો સારું."
જયંતીના મનનું સમાધાન ન થતાં તે ફરીથી પૂછે છે, "પ્રભુ, આ વાત સમજાતી નથી. જરા સ્પષ્ટતા કરો.”
ભગવાન કહે છે - "જે મનુષ્ય ધર્મપરાયણ છે તે જાગતો રહે તે સારું પણ જે લોકો અધર્મી હોય તેઓ તો સૂતા રહે તે જ વધારે સારું. ઘર્મી લોકો જાગતા રહેશે તો જગતમાં ધર્મ વધશે. સવૃત્તિઓનો વિકાસ થશે. સારા વિચારોનું પ્રવર્તન થશે. સદાચાર વધશે અને પરિણામે લોકો સુખી થશે. અધર્મી લોકો તો સૂતા રહે તેમાંજ કલ્યાણ છે. જે લોકો ધર્મથી વિમુખ છે, ધર્મના વિરોધી છે તેઓ જો જાગતા રહેશે તો તેઓ નિંદા કરશે, પરસ્પર વેરઝેર વધારશે, એકબીજાની સાથે લડશે-ઝગડશે, ચાડી-ચુગલી કરશે અને દુર્વ્યવહાર વધારશે તેથી તેઓ તો સૂતા રહે તેમાંજ સૌનું ભલું છે."
– મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org