________________
(દસ)
હરિ હરિ ઈફ હી
મનનું
સ્વરૂપ | હિ કે
હરિ
રૂપ
સાધનામાં મનનો વિલય બહુ મહત્ત્વનો છે. મનનો વિલય કરતાં પહેલાં મનને સમજવું બહુ આવશ્યક છે. મન શું છે - તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજ્યા વગર મનનો વિલય કરવાની વાત ઘણી મુશ્કેલ બની જાય છે.
આપણે સજીવ છીએ તેની પ્રતીતિ કરાવનાર ત્રણ વસ્તુઓ મુખ્ય છે. એક છે આપણું શરીર, બીજી છે આપણી વાણી અને ત્રીજું છે આપણું મન. આમ જોઈએ તો આ ત્રણેય વસ્તુઓ અચેતન છે. આ ત્રણેય વસ્તુઓ પોતાની મેળે કાર્યાન્વિત થતી નથી. તેમને કાર્યમાં પ્રેરનાર છે આપણી ચેતના. ચેતનાનો જે પ્રવાહ આપણા સૂક્ષ્મ શરીર એટલે કે કર્મશરીર દ્વારા વહી આવે છે તે આ ત્રણેયને પ્રભાવિત કરે છે. આપણી ચેતના આમ તો સૂર્ય જેવી અખંડ છે પણ તે પ્રગટ થાય છે આ ત્રણ માધ્યમ દ્વારા. આપણી ચેતના કયારેય પૂર્ણ રીતે પ્રકાશતી નથી કારણ કે તે આપણા કર્મશરીરથી આવૃત છે - ઢંકાયેલી છે. આ આવૃત ચેતનાના પ્રગટીકરણનું ધૂળ માધ્યમ છે આપણું શરીર. આપણી ઇન્દ્રિયો. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આપણી ચેતનાને પ્રગટ થવાનાં માધ્યમો છે. ચેતનાનાં જે કિરણો આપણને દેખાય છે કે જેની અસર આપણને વર્તાય છે તે ઇન્દ્રિયો દ્વારા. તેથી આપણે તેને ઇન્દ્રિય સ્તરની ચેતનાને મનનું સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org