Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 180
________________ નેવીસ) દર્શનસમાધિ હ ઇક હ હ હ હરિ, (હિ હ વાવ ધર્મનું મૂળ શું કહેવાય આ વિષય ઉપર પ્રાચીન કાળથી ચર્ચા થતી આવી છે. વિવિધ ધર્મપુરુષો આ બાબત ખૂબ ઊંડાણથી વિચાર કરીને જે નિષ્કર્ષ ઉપર આવ્યા તેમાં સૌથી વધારે મહત્ત્વની વાત છે - દર્શનની. કુન્દ કુન્દ્રાચાર્યે આ વિષે બહુ મહત્ત્વનું વિધાન કર્યું છે - “દંસણમૂલો ધો' ધર્મનું મૂળ દર્શન છે. આ વિધાન બહુ મહત્ત્વનું છે. કેટલાકને મન દયા એ ધર્મનું મૂળ છે જ્યારે કેટલાકે કહ્યું કે વિનય ઘર્મનું મૂળ છે; પણ જો દર્શન જ અશુદ્ધ હોય તો મૂળથી વાત ખોટી પકડાવાની. જે ખોટે માર્ગે ચઢી જાય તે કાં તો પોતાનું ધ્યેય ચૂકી જાય કે પછી ભમી ભટકીને લાંબી મજલ કરીને ત્યાં પહોંચી શકે. દર્શન એ ધર્મનું મૂળ ગણીએ એટલે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે શું જોવાનું ? કેવી રીતે જોવાનું? ખરેખર આપણને જોતાં પણ નથી આવડતું. જો જોતાં આવડે તો દર્શન સમાધિ બની જાય અને દર્શન તો સાધનાનું પ્રથમ ચરણ છે. આપણે ભાગ્યે જ યથાર્થ રીતે જોઈએ છીએ. જોવું એટલે કેવળ જોવું; પણ આપણી જોવાની ક્રિયા સાથે અતીત અને ભાવિ બને ભળી જાય છે. આપણી સાધનામાં આ ત્રિકાલનું દર્શન વિન બનીને આવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને તોડી નાખવા – ૧૬૪ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198