Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 189
________________ કરી નાખે છે; તે જ માપણા સ્વાભાવિક માનંદને પ્રગટ થવા દેતી નથી. આ કર્મસ્થાનોને, ગ્રંથિઓને તોડવાનું કાર્ય, તેમને નિર્ણય કરવાનું પર્વ બહાર છે તેના કરતાં અંદર વધારે છે. જે વ્યક્તિ ચારિત્રનો સ્વીકાર કરે છે તે વાસ્તવમાં બહુ જ મોટા યુદ્ધમાં ઊતરે છે પણ આ માર્ગ આંતરિક સંઘર્ષનો છે જેથી બહાર ઓછો દેખાય છે. ધ્યાનની શરૂઆત કરી અને ચંચળતા ન વધી તો માની લેવું કે હજુ આંતરિક સંઘર્ષ શરૂ થયો જ નથી. જેવો સંયમ શરૂ કરો કે તુરત જ વાસનાઓ ઉછાળો મારવા લાગે. ત્યારે જ ખબર પડે છે કે અંદર આટલા બધા આવેગો દબાઈને પડયા હતા. સાધનાની પ્રથમ ક્ષણે સંઘર્ષની શરૂઆત થાય છે અને પહેલી ક્ષણમાં જ જોરદાર પ્રતિરોધ પણ આવવાનો. જેમ જેમ સાધના આગળ વધતી જાય તેમ તેમ ચઢાવ-ઉતરાવ આવતા જવાના. કોઈ ક્ષણે લાગે કે આપણે વિજયમાં છીએ તો વળી બીજી ક્ષણે લાગે કે વાસનાઓનો વિજય થઈ રહ્યો છે. સાધનામાં આક્રમણ-પ્રતિઆક્રમણ થયા જ કરે છે. ઘણીવાર તો સાધકને લાગે કે સાધના વિફળ થઈ રહી છે અને તે હતાશ થવા લાગે. આ પ્રક્રિયામાં જે ટકી રહે તે જ સાધક આગળ વધી શકે. વિવેકાનંદે પોતાના સાધના જીવનના એક પ્રસંગમાં લખ્યું છે કે વાસનાઓ જોરદાર આક્રમણ કરી રહી છે અને તેની સામે ટકી રહેવું મુશ્કેલ બનતું જાય છે. મહાવીરના સાધનાકાળમાં દેવોએ ઉપસર્ગો કર્યાની વાત આવે છે અને ખાસ કરીને સંગમ દેવે મહાવીરને ચલાયમાન કરવા ખૂબ કષ્ટ આપ્યાની વાત છે. આ કાળે આપણે સંગમ દેવે સાધનામાં વિઘ્નો ઊભાં કર્યાની વાત કદાચ ન પણ માનીએ; છતાંય તે વાત તો નિશ્ચિત લાગે છે કે મહાવીરને સાધનાકાળમાં તેમની વાસનાઓ, અંદર દબાઈને પડેલા સંસ્કારો સામે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. કદાચ દેવો ન આવ્યા હોય પણ તેમને સાધનાકાળમાં પ્રચંડ આંતરિક સંઘર્ષ કરવો પડયો હતો અને તેમાંથી પાર ઊતર્યા પછી જ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ કૃતકૃત્ય થઈ ગયા. જો પૌરાણિક ભાષામાં કહીએ તો સંગમ દેવે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા અને યોગની ભાષામાં વાત કરીએ તો કેટલાય જન્મોના સંસ્કારો સામે તેમણે પ્રચંડ યુદ્ધ કર્યું. આજ જોઈએ તો બને ચારિત્રસમાધિ ૧૭૩– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198