Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 193
________________ તેમની સાધનામાં બળ હતું. તેઓ સાધનાપથ ઉપર એકલા જ ચાલ્યા છે. એમનો કોઈ સહયોગી ન તો - કોઈ સાક્ષ ન હતો. તેમને કોઈનો આશ્રય ન હતો. તેમણે કોઈનું રક્ષણ સ્વીકાર્યું નથી. કોઈની સહાય વિના, કોઈના શરણ વિના પોતાના પરાક્રમથી, તેઓ સાધનામાર્ગ ઉપર સ્થિર ડગલાં ભરતા આગળ વધતા રહ્યા. તે સમયે તેમના મનમાં ન હતી જીવનની આશંસા કે ન હતો મૃત્યુનો ભય. પોતાના જ પુરુષાર્થ ઉપર નિર્ભર હોવાને કારણે તે આત્મોપલબ્ધિનો માર્ગ પણ કહેવાય છે. આ હતી તેમની તેજસ્વિતા જે આજ સુધી સાધનાપથ ઉપર અજવાળાં પાથરી રહી છે. | n રાત્રિમાધિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198