Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 179
________________ અંતરમુખ થતાં અંતરાત્મા બને છે. આંતરિક તપ, સંસારના - સમસ્યાના મૂળમાં પડેલ કર્મ સુધી પહોંચીને તેનું વિસર્જન કરવા માટે છે; જે થતાં અંતરાત્મા પછી પરમાત્મા બની જાય છે. સાધનાના માર્ગમાં આ બન્ને પ્રકારના તપોનું ઘણું પ્રદાન છે તેથી તેનો સ્પષ્ટ બોધ આવશ્યક બની રહે છે. તપના આ બન્ને પ્રકારો બાહ્ય અને અત્યંતર, લાંબી યાત્રા કરીને છેવટે સમાધિ સુધી પહોંચાડે છે અને જીવનના પ્રાપ્તવ્યની નજીક લાવી મૂકે છે. આગમોમાં લખ્યું છે કે તપસ્વી મુનિ “ભાસછન હુતાસન જેવો હોય છે. એટલે કે તપસ્વી મુનિ ભસ્મથી આચ્છાદિત અગ્નિ જેવો દેદીપ્યમાન હોય છે; કારણ કે તપસ્યાથી તેનું મોત શરીર ક્ષીણ થઈ ગયું હોય છે અને તૈજસ શરીરનો વિકાસ થયો હોય છે. તેથી આવો તપસ્વી તેજસ્વી લાગતો હોય છે. એની પ્રાણધારા એટલી વિકસિત થયેલી હોય છે કે તેના સાંનિધ્યમાં શાંતિ અને સમાધાન મળે છે. વચનસિદ્ધિ આવા મુનિની સહજ લબ્ધિ હોય છે. જો કે તપસ્વીનું ધ્યેય કર્મ શરીરના વિસર્જનનું હોય છે તેથી તે તૈજસ કે પ્રાણશરીરના વિકાસથી નિર્મિત થતી સિદ્ધિઓથી પ્રભાવિત થતો નથી; બલે તે તેનાથી બચીને ચાલે છે. તપસમાધિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198