________________
પછી સમાધિની પ્રાપ્તિની તો વાત જ ક્યાં રહી ? આવો મનુષ્ય હંમેશાં બહાર તરફ નજર રાખે છે. તે અંદર જોતો જ નથી. જેને સાધનાની દૃષ્ટિ મળી ગઈ તે ભાવને જુએ છે. જીવનમાં ભાવાત્મક દૃષ્ટિ પ્રગટ કરવી અને અભાવાત્મક દૃષ્ટિને સમાપ્ત કરવી એ છે આપણું દર્શન. એ છે દર્શનસમાધિ. આ દૃષ્ટિ પ્રાપ્ત કર્યા પછી જીવનમાં ક્યાંય અસંતોષ રહેતો નથી. પછી તેને કોઈ મુશ્કેલી લાગતી નથી; કારણ કે તેની દૃષ્ટિ અસ્તિત્વ ઉપર સ્થિર થયેલી રહે છે. જ્યાં ‘આ નથી; તે નથી'ની દૃષ્ટિ છે ત્યાં મુશ્કેલીઓનો પાર નથી અને હંમેશાં અસમાધિ જ ચાલુ છે.
દર્શનસમાધિની પ્રાપ્તિ માટે કે સમગ્ર સાધનાની દૃષ્ટિએ એ બહુ આવશ્યક છે કે આપણે આપણા અસ્તિત્વને જોઈએ. જે છે તેને દેખીએ. આ દુષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો સાધનાનું એક મોટું રહસ્ય આપણા હાથમાં આવી જાય. આગમનું સૂત્ર છે વિતિગિચ્છા સમાવણેણં અપાણેણં નો લહઈ સમાહી - જે સંદેહશીલ છે તેને સમાધિ પ્રાપ્ત થતી નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે જેના મનમાં વિચિકિત્સા છે તેને ક્યારેય કોઈ સમાધિ પ્રાપ્ત નથી થતી. સમાધિની પૂર્વ શરત છે કે લક્ષ્ય પ્રતિ, પોતાની પદ્ધતિ પ્રતિ બિલકુલ અસંદિગ્ધતા. મનમાં કોઈ શંકા નહિ, વિચિકિત્સા નહિ. વાત્સવિકતામાં સૌથી પહેલાં વિચિકિત્સા છૂટી જવી જોઈએ. તેથી આગમોમાં કહેવામાં આવ્યું - નાદંણિસ્ નાણું - જેનામાં દર્શન નથી, વિશ્વાસ નથી, સાક્ષાત્કાર નથી, તેને જ્ઞાન નથી. જેનામાં જ્ઞાન નથી તેનામાં ચારિત્ર નથી આવી શકતું. દર્શનસમાધિની પછી જ જ્ઞાનસમાધિ અને ચારિત્રસમાધિ આવે છે. જ્યાં સુધી મનમાં ઇતરભાવ છે - વિચિકિત્સા છે ત્યાં સુધી સમાધિની આશા કેવી ? જ્યાં અંદર શંકાનો કીડો ખદબદે છે, જ્યાં અસંતોષની આગના ભડકા નીકળે છે ત્યાં દર્શનસમાધિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? તેથી તો ધર્મના મૂળને દર્શન કહ્યું છે. દંસણમૂલોધમ્મો. પ્રખર વેદાંતી શંકરાચાર્યે એક વાક્યમાં આ વાતનો નિર્દેશ ખૂબ સરસ રીતે કર્યો છે ચિત્તસ્ય એકાગ્રતા સમાધાનમ્ - ચિત્તની જ્યારે એકાગ્રતા સધાય છે ત્યારે સમાધાન કે સમાધિની પ્રાપ્તિ થાય છે.
દર્શનસમાધિ
૧૯=
Jain Educationa International
-
-
For Personal and Private Use Only
www.jainelibrary.org