________________
બાર)
વ્યક્તિત્વનું નિર્માણ હિર
સાધના એટલે આત્મા-પરમાત્માની વાત અને એમાં શરીરને કે સમાજને કંઈ સ્થાન નહિ – એવો એક ભ્રમ ઘણાના મનમાં હોય છે. આ ભ્રમ ઊભો થવા માટે આપણા સમાજનું અમુક રીતનું ઘડતર અને સૂત્રોનું એકાંગી અર્થઘટન ઘણે અંશે જવાબદાર છે. સાધના માટે શરીર ખૂબ આવશ્યક છે એટલું જ નહિ પણ તેનું ખૂબ મહત્ત્વ છે એ વાત વિસરાવી ન જોઈએ. આત્માનો વાસ છેવટે શરીરમાં જ છે અને શરીરના પ્રત્યેક ધબકાર સાથે આપણને આત્માની અનુભૂતિ થાય છે. શરીર દ્વારા આપણે આત્મા સુધી પહોંચવાનું છે એ વાત જો બરોબર સમજાઈ જાય તો પછી આપણે શરીરની અવગણના નહિ કરીએ. એનો અર્થ એ નથી કે આપણે શરીરની આળ-પંપાળ કર્યા કરવી. આપણે શરીર પાસેથી કામ લેવાનું છે માટે તેને યથાયોગ્ય રીતે સાચવીને કામ કાઢી લેવાનું છે.
જેવી શરીરની વાત છે એવી જ સમાજની વાત છે. આપણે સમાજની પેદાશ છીએ અને સમાજ વચ્ચે જીવીએ છીએ. મનોવિજ્ઞાનની દષ્ટિથી વિચાર કરીએ તો સમાજ વિના બિલકુલ એકલા આપણે સ્વસ્થ રીતે જીવી શકીએ નહિ. શરીરના ધર્મો-આવેગો વગેરે માટે આપણે સમાજ ઉપર નિર્ભર છીએ એટલા જ આપણે માનસિક આવેગોની તૃપ્તિ માટે પણ સમાજ ઉપર નિર્ભર છીએ. સમાજ વિના વ્યક્તિ જીવી શકતો વ્યક્તિત્વનું નિર્માણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org