Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ સારી કે નરસી શક્તિનો પ્રવાહ આ કાર્પણ શરીરમાંથી આવે છે. જેને તૈજસ શરીર ઝીલે છે અને પછી તે સ્થૂળ શરીરમાં પ્રતિબિંબિત થાય છે. આ કર્મશરીર આપણા સમસ્ત જીવનનું સંચાલક બળ છે. એને વાસના શરીર પણ કહી શકાય. થિયોસૉફિસ્ટો એને “એન્ટ્રલ બોડી' તરીકે ઓળખે છે. આમ, આપણાં ત્રણ શરીર છે : એક છે સ્થૂળ શરીર જે સાત ધાતુઓનું બનેલું છે, બીજું છે તૈજસ શરીર કે પ્રાણ શરીર. ત્રીજું છે કર્મ શરીર કે વાસના શરીર ને જન્મ અને મૃત્યુ સમેતની બધી ઘટનાઓના મૂળમાં રહેલું છે – અને તેની આગળ આપણે છીએ. એને આત્મા તરીકે ઓળખો, ચૈતન્ય ગણો કે પરમાત્મા ગણો - જે યથા તથા આવૃત છે જેને લીધે આપણો સંસાર છે. એ પડળોને છિન્ન ભિન્ન કરી નાખીએ તો એનો આવિર્ભાવ થાય અને પડળોને છિન્ન ભિન્ન કરવા માટે તપસાધનાનું આયોજન કરવામાં આવે છે. યોગશાસ્ત્રમાં પણ આ વિષય ઉપર ઘણી ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તેમણે શરીરની સંરચનાનું વર્ણન “કોષો દ્વારા કર્યું છે. અન્નમય કોષ અને પ્રાણમય કોષ જેને સ્થૂળ શરીરમાં માનવામાં આવે છે; જ્યારે મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ સૂક્ષ્મ શરીરમાં છે. આપણે જે કર્મ શરીરનું વર્ણન કર્યું છે તેમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ રહેલો માનવામાં આવે છે. કોષોની સંખ્યા અંગે પણ જુદાં જુદાં મંતવ્યો છે પણ મહત્ત્વની વાત એ છે કે જેણે જેણે આ બાબત ઊંડાણમાં જઈને ચિંતન કર્યું છે તેમણે સૂક્ષ્મ શરીરોની વાતનું સમર્થન કર્યું છે. હજુ સુધી વિજ્ઞાને આ વાત સ્વીકારી નથી; પણ જેમણે અંતર્દષ્ટિથી જોયું, કાર્ય-કારણના સંબંધથી વિચાર્યુ તેઓએ કહ્યું કે આપણા શરીરની અંદર સૂક્ષ્મ શરીર કે શરીરો છે. આટલી વાત સમજાય અને તેનો સ્વીકાર થાય તો જ તપનું રહસ્ય સમજી શકાય. ભગવાન મહાવીરે આચારાંગમાં કહ્યું : “ધુણે કમ્પસરીરગ. કર્મ શરીરને ધુણાવો - ખંખેરો. કર્મ શરીરને એવું તો પ્રકંપિત કરો કે બધાં કર્મો ખરી પડે - તેની નિર્જરા થાય. જેમ વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળો ખસી જતાં પોતાના સ્વરૂપે ઝગમગી ઊઠે છે તેમ આત્મા પણ તપસમાધિ ૧૫૫– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198