Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 173
________________ પહોંચીએ તો પાછા પડવાનો સંભવ ઓછો રહે. તેમ બાહ્યતપથી શરૂ કરી અત્યંતર તપ સુધી સાધક પહોંચે તો તેને ખતરો ઓછો રહે અને સફળતાની શકયતાઓ વધી જાય. જોકે વાસ્તવિકતામાં બન્ને અલગ નથી. બન્ને પ્રકારનાં તપો - બાહ્ય તેમજ અત્યંતર, એકબીજા સાથે એટલા સંલગ્ન છે કે તેમને અલગ કરીને સાધી ન શકાય. એકમાંથી બીજામાં પ્રવેશ થાય છે. બન્ને પરસ્પર અસર કરે છે - પ્રભાવ પાડે છે. બાહ્યતાની અસર જો અંદર ન પડે તો તે તપ ન રહે. અત્યંતર તપની અસર બહારના વાણી-વર્તન ઉપર વર્તાયા વગર રહેતી નથી. સમજવા માટે અને સાધનાની સરળતા માટે બન્નેનો અલગ અલગ રીતે વિચાર કરવામાં આવ્યો છે. બાહ્યતામાં મુખ્ય તો ત્રણ છે. એક છે ઉપવાસ કે મિતાહાર. બીજું છે આસન ઈત્યાદિ- જેને કાયક્લેશ કહે છે કારણ કે એમાં કાયાને કષ્ટ આપવું પડે છે. ત્રીજું છે પ્રતિસલીનતા. આહારના અભાવમાં શરીરને ઉત્તેજના નથી મળતી. ઇન્દ્રિયોના વ્યાપારો શિથિલ થઈ જાય છે. આહારની માત્રા ઓછી કરવી એ પણ તપ છે. ભોજન ન કરવામાં આવે કે ખોરાક ઓછો લેવામાં આવે તો તેની તાત્કાલિક અસર શરીર ઉપર તો વર્તાય છે જ પણ ધીમે ધીમે તેની અસર અંદરના સૂક્ષ્મ શરીર ઉપર પણ પડે છે. સૂક્ષ્મ શરીરને સબળ કરવાનું કાર્ય સ્થૂળ શરીર જ કરે છે. સૂક્ષ્મ શરીર નભે છે સ્થૂળ શરીરના ભોગે. સ્થૂળ શરીર નિર્બળ પડવા લાગે છે કે તુરત જ અંદરની વૃત્તિઓ નિર્મળ થવા લાગે છે. વાસનાઓની ઉત્તેજના ઓછી થઈ જાય છે અને ચિત્ત એકાગ્રતા સાધી સાધનાપથ ઉપર આગળ વધી શકે છે. બીજું તપ છે કાયક્રકેશ એટલે કે કાયાને કષ્ટ આપસનું. એ કાર્ય આસન, વંદન, વ્યાયામ ઈત્યાદિ ક્રિયાઓ દ્વારા થાય છે. મનુષ્યના શરીરમાં અનેક મર્મસ્થાનો છે. આ મર્મસ્થાનો જ્ઞાનનું વહન કરે છે. આ મર્મસ્થાનો ગતિ આપવાનું પણ કાર્ય કરે છે. યોગની ભાષામાં એને ચક્ર કહે છે. શરીરશાસ્ત્રની ભાષામાં તેમને ગ્રંથિઓ કહે છે. કેટલાક તેને ચૈતન્ય કેન્દ્રો પણ કહે છે. આસન-વંદન એ બધાનું કાર્ય આ મર્મસ્થાનોને સક્રિય તપસમાધિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198