Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 175
________________ બાહ્યતપની પ્રક્રિયામાં સ્થૂળશરીર, પ્રાણશરીર, કર્મશરી૨ અને આ શરીરોને મળતાં કે તેના સંપર્કમાં રહેતાં બહારનાં બધાં જ સાધનો જેવાં કે ભોજન, મકાન, હવા, સુગંધ, દુર્ગંધ, ખાટા-મીઠા રસ, સુંદર અને કદ્રુપ દૃશ્યો, કોમળ અને કઠોર સ્પર્શ આ બધાં સાથે મળીને બાહ્ય તપનું નિર્માણ કરે છે. એની સાથે ઇન્દ્રિયો અને મનનો પણ સહયોગ થાય છે અને ત્યાર પછી તે તપ બને છે. એમાં બાહ્ય સામગ્રીની પ્રધાનતા હોવાથી તેને બાહ્ય તપ કહે છે. અત્યંતર તપ આમ તો કોઈ પણ તપ પૂર્ણતયા બાહ્ય કે અત્યંતર નથી; પણ તેની વિશેષતાને દૃષ્ટિમાં રાખી આ વિભાજન કરવામાં આવ્યું છે. બાહ્ય તપમાં આંતરિક તપને સ્પર્શ થવાનો અને આંતરિક તપનું પરિણામ બહાર પણ આવવાનું. છતાંય સામાન્ય રીતે જે સાધના માનસિક સ્તર ઉપર થાય છે તેને આંતરિક તપ કહેવામાં આવે છે અને જે સાધના શરીરના સ્તર ઉપર વધારે થાય છે તેને બાહ્ય તપ ગણવામાં આવે છે. માનસિક સ્તરની સાધના કઠણ હોય છે. આ સાધના વિકાસની આગળની ભૂમિકામાં શરૂ થાય છે. વિકાસની પહેલી ભૂમિકામાં સાધના કેવળ શરીર પર થાય છે પછી યોગ્યતા વધતાં સાધના ઉત્તરોત્તર આગળના સ્તરોને સ્પર્શે છે. સાધના સ્થૂળશરીરથી આગળ વધીને પ્રાણશ૨ી૨ને - તૈજસશરીરને સ્પર્શે છે. જેમ જેમ પ્રાણશરીર સધાતું જાય છે તેમ તેમ માનસ શરીરનો વિકાસ શરૂ થઈ જાય છે પરિવર્તન આવવા લાગે છે. આ છે સ્વભાવ પરિવર્તનની પ્રક્રિયા. જ્યારે સાધક બાહ્ય તપ કરતો હોય છે ત્યારે તે આવશ્યક નથી કે તેનામાં આંતરિક ગુણો ઘટિત થતા હોય. ઉપવાસ કે ઉણોદરી તપ ચાલતું હોય પણ મનમાં માયાનું શલ્ય હોય પણ ખરું, દિલમાં ઋજુતાનો ગુણ ન પણ વિકસ્યો હોય. જ્યારે અંતર તપમાં તો ગુણોનો વિકાસ આવશ્યક બની રહે છે. પ્રાયશ્ચિત અંતરતપ છે. પ્રાયશ્ચિતનો અર્થ પશ્ચાતાપ નથી. પશ્ચાતાપ તો બહુ ઉપર ઉપરની વાત છે. પ્રાયશ્ચિત કરે અને અંદર માયા હોય કપટ હોય તે શક્ય નથી; અને જો તેમ હોય તો તે તપસમાધિ ૧૫૯ ―― Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198