________________
બંને ધ્યાનનું મહત્ત્વ છે; પણ મૂળ વાત છે ચૈતન્યની અનુભૂતિની. વિધિ-વિધાન વગેરે અવશ્ય મહત્ત્વનાં છે પણ તેના ઉપર અટકી ન જવાય તે માટે ધ્યાનીએ પૂર્ણ જાગરૂક્તા રાખવાની છે. બેયની સિદ્ધિ માટે જ્યાં જેની જરૂર પડે ત્યાં તેનો ઉપયોગ કરી બાનીએ આગળ વધતા જઈને પોતાના પરમ લક્ષ્યને સિદ્ધ કરવાનું છે. ધ્યાનનું પ્રયોજન
સાધનાપથની પૂર્વભૂમિકામાં જ્ઞાન રહેલું છે. કોઈ પણ વસ્તુની જાણકારી પ્રાપ્ત કર્યા વિના આગળ વધવામાં આવે તો પાછળથી મુશ્કેલીઓ ઊભી થવાનો પૂરો સંભવ છે. આ જાણકારી આપનાર પછી ભલેને શ્રુત હોય એટલે કે પુસ્તકો હોય કે કોઈ અનુભવીની નિશ્રા હોય. આ પથ ઉપર લોકોને લાવવા માટે સંત-મહાત્માઓ ઉપદેશ આપે છે. પણ છેવટે ચાલવાનું છે તો સાધકે. ધ્યાન એ સાધનાપથ ઉપરનું મહત્ત્વનું પગલું છે. ધ્યાનનો ઉદ્દેશ મૂળ તો પોતાની શક્તિઓથી પરિચિત થવાનો અને તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાનો છે. આપણી અંદર અસીમ શક્તિઓ પડેલી છે જેનાથી આપણે અજ્ઞાન છીએ; પછી તેનો ઉપયોગ કરવાની વાત જ કયાં રહી ? આ શક્તિઓને જો આપણે બહાર નથી લાવતા અને તેનો ઉપયોગ નથી કરતા તો છેવટે શક્તિનો આ સ્રોત સુકાઈ જાય છે. પોતાની શક્તિઓથી પરિચિત થવું અને તેનો ઉપયોગ કરવો તે સાધનાનો હેતુ છે. આપણે શાંતિ અને સ્વસ્થતા ઝંખીએ છીએ પણ આપણા જીવનની પ્રતિપળ આપણે અસ્વસ્થ અને અસંતુલિત રહીએ છીએ. જીવનમાં આઘાતપ્રત્યાઘાત તો આવવાના જ; પણ જેણે સાધના કરી છે તે શાંતિથી તેને ખમી લે છે અને ક્ષુબ્ધ નથી થતો. જો આટલી પણ ઉપલબ્ધિ આપણે ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકીએ તો પણ ઘણું. સાધનાની નિષ્પત્તિ
- સાધનાનું આદિ બિંદુ છે વિદેહ અને તેનું અંતિમ બિંદુ છે અકર્મ. વાત પહેલી દષ્ટિએ બહુ વિષમ લાગે છે પણ સાધના કરતાં કરતાં સાધક એ અવસ્થાનું નિર્માણ કરી લે છે. ધ્યાનની ભૂમિકા
૧૧૯ –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org