Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 158
________________ ભજવે છે. પણ હવે એવા ગુરુઓ અને એવા શિષ્યો બન્ને મળવા મુશ્કેલ છે અને એટલે એવું જ્ઞાન પણ આજે દોહ્યલું થઈ ગયું છે. વિનયનો વાસ્તવિક અર્થ છે પોતાને પોતાનાથી ખાલી કરી નાખવાનો. અહંથી મુક્ત થઈ જવાનું. જે અહંથી મુક્ત થઈ જાય છે તેને પછી પોતાના સ્વરૂપનું અનુસંધાન થઈ જાય છે. તેથી તો વિનયને સમાધિની સમકક્ષ ગણવામાં આવે છે. વિનયસમાધિ પ્રાપ્ત કરવા માટેની ચાર પૂર્વ શરતો છે. ગુરુના અનુશાસનને સાંભળવું. ગુરુ જે કહેતા હોય તેનો સ્વીકાર કરવો. ગુરુના વચનની આરાધના કરવી - તેનું પાલન કરવું. પોતાના મનને આગ્રહથી મુક્ત રાખવું. આ પ્રત્યેક શરત એકબીજા સાથે સંકળાયેલી છે. જે ગુરુની વાત ધ્યાનથી સાંભળતો નથી તે તેનો સ્વીકાર કેવી રીતે કરી શકવાનો? સાંભળવાની પણ એક ક્ષમતા હોય છે. જરા વિચારી જોઈએ તો લાગશે કે આપણે ભાગ્યે જ પૂર્ણ રીતે કંઈ સાંભળીએ છીએ. શબ્દ કાને પડ્યો ન પડ્યો ત્યાં તો તેની પ્રતિક્રિયા શરૂ થઈ જાય છે. સંપૂર્ણ શાંતિથી ચિત્ત દઈને આપણે કોઈની વાત સાંભળતા નથી. સાંભળવું એ પણ એક કળા છે; પણ એમાંય સાધનાપથ ઉપર તો સાંભળવું-શ્રવણ કરવું ખૂબ મહત્ત્વનું છે. શબ્દ-ઉચ્ચારણ, અર્થસૂચન એ બધા સાથે શ્રવણ કરવું જોઈએ. આવી રીતે જે શ્રવણ થાય તેને સમ્યગ્ શ્રવણ કહેવામાં આવે છે. જેને સમ્યગ્ રીતે શ્રવણ કરતાં આવડે તે જાણે પહેલો ઢાળ સફળતાપૂર્વક ચડી ગયો. ત્યાર પછીનો તેનો માર્ગ ઘણો સફળ થઈ જાય છે. આપણે તો ખરેખર કોઈને સાંભળવા જ માગતા નથી. આ આપણી પહેલી અસમાધિ છે. પછીની વાત છે સાંભળેલી વાતનો સ્વીકાર કરવાની. ગુરુની વાતના મર્મ ઉ૫૨ વિચાર કરીને તેનો સ્વીકાર તો કરવો જ રહ્યો. જેણે ગુરુની વાત સાંભળી, પણ સ્વીકારી નહિ તે તો ઔષધ જાણવા છતાંય તેનું સેવન ન કર્યા જેવી વાત થઈ. ગુરુનું વચન સાંભળ્યું, તેનો સ્વીકાર પણ કર્યો; પણ તેનું પાલન કરવા તત્પર ન રહ્યા તો ઇષ્ટ પરિણામ તો ન જ આવે. જાણે છેક સુધી પહોંચીને ચૂકી ગયા. કદાચ આ ત્રણેય પૂર્વ શરતોનું પાલન થઈ શકે પણ જે ચોથી શરત છે તે દેખાય છે સરળ પણ મહાવીરની સાધનાનો મર્મ ૧૪૨ ―――― Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198