________________
સમાપ્ત થઈ જાય છે. ત્યાં શક્તિનો-આનંદનો એવો અનુભવ થાય છે કે પછી કંઈ મેળવવવાનું બાકી નથી રહેતું. મનમાં કેવળ આનંદ જ રહે છે. વિષાદનું કોઈ નામનિશાન રહેતું નથી. ચૈતન્યના ચાર ગુણધર્મો છે જાણવું, જોવું, શક્તિનો અનુભવ અને આનંદનો અનુભવ. ચેતન અને અચેતન વચ્ચે એક મહત્ત્વનો ભેદ છે. અચેતનમાં અને ચેતનમાં બન્નેમાં શક્તિ છે પણ અચેતનમાં શક્તિ વિના બીજું કંઈ નથી. જ્યારે ચેતનમાં શક્તિ સિવાય જ્ઞાન, દર્શન અને આનંદ પણ છે, તેથી તો ચૈતન્યનો સાક્ષાત્કાર જ સત્યનો સાક્ષાત્કાર છે.
આત્માનો સાક્ષાત્કાર
Jain Educationa International
For Personal and Private Use Only
૨૭
www.jainelibrary.org