________________
અઢાર
આંતરિક જાગરૂકતા
❀❀❀❀❀
જેમ રણપ્રદેશમાં મૃગજળ દેખાય છે જે સદંતર ભ્રામક હોય છે. મૃગ હોય કે માણસ તેને પાણી માની લે તો ભટકી જાય; તેમ સાધનાપથ ઉપર પણ એવાં કેટલાંક મૃગજળ આવે છે જેનાથી સાધકે સાવધ રહેવાનું છે. ધ્યાન એ સાધનાનું મહત્ત્વનું અંગ છે. પણ ધ્યાન એ નિદ્રા નથી કે તંદ્રા પણ નથી. ઘણીવાર સાધક ધ્યાનમાં બેસે અને બહારથી આપણને લાગે કે તે ધ્યાનની ધારાએ ચડ્યો છે જ્યારે વાસ્તવિક્તામાં તે ઝોકે ચડયો હોય કે મીઠી તંદ્રામાં સરક્યો હોય. બહારથી આ બન્ને અવસ્થા સમાન લાગે છે. પણ તેની આંતરિક પરિસ્થિતિમાં જમીનઆસમાનનો ભેદ છે. આ બે વચ્ચેનો ભેદ જે વિવેકપૂર્વક કરી જાણતો નથી તે ધ્યાનને નામે તેને ભળતું બીજું કંઈ લઈ આપે છે જે તેને સરવાળે ઉલમાંથી ચૂલમાં લઈ જાય છે. આજે ધ્યાનનું માર્કેટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે આ વાત સમજવા જેવી છે.
મૂળ વાત છે સ્થૂળ જગતની અને સૂક્ષ્મ જગતની. સ્થૂળ જગત આપણી આસપાસનું જગત છે. જેનાથી આપણે પરિચિત છીએ; જ્યારે સૂક્ષ્મ જગત આપણી અંદરનું જગત છે જેનાથી આપણે પૂરા પરિચિત નથી. મોટા ભાગના લોકો તો તેમના અંતર જગતથી અજ્ઞાત જ હોય
રઢ
મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org