________________
આ બધાનો ભેદ સમજવા માટે આપણે મનની જુદી જુદી અવસ્થાઓ સમજવી રહી. મનનાં પણ કેટલાંય સ્તરો છે પણ આપણે તેને બે ભાગમાં વહેંચીને વિચાર કરીએ. એક છે બાહ્યમન - જેનો ક્ષણે ક્ષણે આપણે અનુભવ કરીએ છીએ અને જેને આપણે જાગ્રત મન કહીએ છીએ. બીજું છે અંતરમન જે પડદા પાછળ રહે છે અને મોટે ભાગે સુષુપ્ત હોય છે. અંતરમનની સુપુતિને સાધનાની પરિભાષામાં મૂચ્છ કહેવામાં આવે છે. આપણી પાસે ત્રણ વિકલ્પો છે. પહેલા વિકલ્પમાં બહારથી આપણે સજાગ હોઈએ છીએ પણ અંદર-અંતરમન મૂર્છાિત હોય છે. આ છે આપણા વ્યાવહારિક જગતની પરિસ્થિતિ જેમાં આત્માના વિકાસની કોઈ વાત નથી. બીજો વિકલ્પ છે બહારનું મન મૂચ્છિત અને અંતરમન પણ મૂચ્છિત. આ પણ કોઈ ઈષ્ટ પરિસ્થિતિ નથી. એમાં ચેતના બંને સ્તરે મૂચ્છમાં છે જ્યાં આત્માના વિકાસને માટે કોઈ અવકાશ નથી. કોઈપણ માદક દ્રવ્યની અસર નીચે આ અવસ્થાનું નિર્માણ થાય છે. હાલના માનસિક તનાવના જમાનામાં દર્દશામક દવાઓ કે તનાવ શાંત કરનારાં ઔષધો કે માદક દ્રવ્યો દ્વારા આ પરિસ્થિતિ સર્જાય છે જેને ઘણા લોકો અપનાવે છે. એમાં બાહ્ય સમસ્યાઓની તાત્કાલિક વિસ્મૃતિ થવાને કારણે મન શાંત થઈ જાય છે પણ તે ઇલાજ નથી. લાંબે ગાળે અહીં ઉપચાર રોગ કરતાં પણ વધારે ખતરનાક નીવડે છે. સાધનાને અને આ બીજા વિકલ્પને તો જોજનોનું અંતર છે. - ત્રીજો વિકલ્પ છે બહારની મૂચ્છ અને અંદરની જાગૃતિ. આ સાધનાનો માર્ગ છે. આ છે આત્મવિકાસનો માર્ગ. આ માર્ગ કદાચ કપરો હશે પણ એમાં પતનનો અવકાશ નથી. દિવસમાં જો થોડોક સમય પણ આપણે આ અવસ્થાનું નિર્માણ કરી શકીએ તો આપણી શક્તિઓ વધવા લાગશે, શાંતિ આપણા ઉપર છવાવા લાગશે અને આપણી કાર્યક્ષમતા પણ ઘણી વધી જશે. ધીમે ધીમે આપણામાં પરિવર્તન ઘટિત થવા લાગે છે અને જીવન તરફનો આપણો અભિગમ બદલાઈ જાય છે. ત્યાર પછી વસ્તુ વસ્તુ તરીકે લાગે છે અને આપણું તેની સાથેનું તાદાભ્ય તૂટતાં આપણાં જીવનની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓમાં ઘણું પરિવર્તન આવી જાય છે. આ છે આંતરિક જાગરૂક્તાનો માર્ગ. – ૧૩૦
– મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org