________________
ઓગણીસ
સામાયિક સમાધિ છે /
જૈન તત્ત્વધારામાં સામાયિક બહુ મહત્ત્વના સ્થાને રહેલું છે. સામાયિક સાધના પણ છે, અને સાધ્ય પણ છે - તેથી તેને સામાયિક સમાધિ તરીકે ઓળખવામાં આવે છે. જૈન સાધનામાં જો કોઈનું સૌથી વધારે મૂલ્ય આંકવાનું હોય તો તે સામાયિકનું જ આંકવું પડે. સાધનાપથ ઉપરનું તે પ્રથમ ચરણ છે; તો તે પથ ઉ૫૨નું અંતિમ ચરણ પણ છે. સામાયિકને જે સિદ્ધ કરી શકે તેને કૃતકૃત્ય ગણી શકાય. સામાયિક એટલે સમતાની અવસ્થા. સુખમાં-દુઃખમાં, જીવનમાં-મૃત્યુમાં, માનમાં-અપમાનમાં એમ જીવનની હરકોઈ અવસ્થામાં સમતા બની રહે તો તે સામાયિકની જ અવસ્થા ગણાય. જીવનમાં પ્રત્યેક પળે આપણામાં જુદા જુદા આવેગોના ઉછાળા આવતા હોય છે અને ઘણે ભાગે આપણે તેને એક કે બીજી રીતે આધીન થતા હોઈએ છીએ. સમતાને જ્ઞાનીઓએ યોગ કહ્યો છે. સામાયિક એવો યોગ છે કે જેની પરિણતિ સમાધિમાં થઈ શકે છે. સામાયિકની સમાધિની જેને ઉપલબ્ધિ થઈ ગઈ તેને પછી ઝાઝું કરવાનું રહેતું નથી. તેની આગળનો માર્ગ તો આપોઆપ થતો જ રહે છે.
જો આપણે અંતરમાં ડૂબકી મારીને જોઈશું તો લાગ્યા વિના નહીં રહે કે આપણી પ્રત્યેક પળ વિષમતાની છે. જગતની પ્રત્યેક વસ્તુ આપણને
૧૩૪
મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org