________________
સતર
આત્માનો સાક્ષાત્કાર /
સાધનાનું પરમ લક્ષ્ય છે આત્મસાક્ષાત્કાર; પરંતુ આત્મસાક્ષાત્કાર એટલે શું અને તે કેવી રીતે થઈ શકે વગેરે પ્રશ્નો વિચાર માંગી લે છે. વળી, એની સાથે એ પણ પ્રશ્ન સ્વાભાવિક ઉપસ્થિત થાય છે કે આત્માના સાક્ષાત્કાર અને પરમાત્માના સાક્ષાત્કારમાં શું ફરક પડે છે ? પરમાત્માનો સાક્ષાત્કાર શું આત્મ સાક્ષાત્કાર પછીનું આગળનું ચરણ છે ? વિવિધ ધર્મપુરુષોએ આ ચરમલક્ષ્ય અંગે ભાષાનો જે ઉપયોગ કર્યો છે તેનાથી ઘણીવાર મનુષ્યની મતિ મૂંઝાઈ જાય છે. સાક્ષાત્કાર અંગે પણ વિધ વિધ મંતવ્યો પ્રવર્તે છે અને તે માટે પ્રત્યેક ધર્મપુરુષે પોતાના તત્ત્વચિંતનને અનુરૂપ શબ્દપ્રયોગ કર્યો છે. આ બધામાં એક વાત તો સામાન્ય છે કે શરીર એ જ કંઈ સર્વસ્વ નથી અને શરીરથી પર એવું કોઈ તત્ત્વ વિલસે છે જેને કેટલાક આત્મા તરીકે ઓળખાવે છે તો કેટલાક પરમાત્મા તરીકે ઓળખાવે છે. વળી, આત્મા અને પરમાત્મા બંને જુદા છે કે એક જ છે અને જો જુદા હોય તો તેમની વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ પ્રશ્ન પણ ખૂબ અટપટો છે. તત્ત્વજ્ઞાનનું આ ક્ષેત્ર એવું છે કે એમાં જેટલું ખોદાણ કરતા જઈએ તેમ તેનું તળ નીચે ને નીચે જતું જાય અને તેનો ક્યાંય છેડો મળે નહિ જેથી ઋષિ-મુનિઓએ છેવટે નૈતિ-નેતિ એમ
આત્માનો સાક્ષાત્કાર
Jain Educationa International
For Personal and Private Use Only
સ
www.jainelibrary.org