________________
સોળ) ધ્યાનની ભૂમિકા અને પ્રયોજન
-
- -
-
ભાવના
સાધનાપથ ઉપર ભાવનાનું ઘણું મહત્ત્વ છે. ભાવના સરળ લાગે છે તેથી ઘણીવાર સાધક તેની ઉપેક્ષા કરે છે. એક રીતે જોઈએ તો ભાવના ધ્યાન માટેની પૂર્વ શરત છે. જેણે ભાવનાનો સારી રીતે અભ્યાસ કર્યો હોય છે તે ધ્યાનમાર્ગમાં વધારે સફળ થાય છે. જે લોકોએ ધ્યાનનો સહેજ પણ પ્રયાસ કર્યો હશે તેમને ખબર હશે કે ધ્યાનમાં બેસવાની સાથે જ મનમાં અનેક વિચારો અને વૃત્તિઓ ઊભરાવા લાગે છે - જે ધ્યાનને સુબ્ધ કરી નાંખે છે. અંતરમાં પડેલી આ વૃત્તિઓ કે વાસનાઓનું શોધન કરવાનું અને તેને ક્ષણ કરવાનું કામ ભાવના કરે છે. ભાવનાથી ચિત્ત વાસિત થઈ જાય પછી ધ્યાનમાં એકાગ્રતા વધે છે; કારણ કે પછી અંદરના સંસ્કારો અને વાસનાઓના ઉછાળા શમી ગયા હોય છે. - દરેક મનુષ્યના ચિત્તમાં વાસનાના સંસ્કાર પડેલા હોય છે. કેટલાકમાં તે વ્યક્ત હોય છે તો કેટલાકમાં તે અવ્યક્ત હોય છે. ધ્યાનમાં ઊતરતાં પહેલાં આ સંસ્કારોને આપણે ઢંઢોળવા પડે અને તેનું શુદ્ધીકરણ કરવું પડે કે પછી તેને ક્ષીણ કરી નાખવા પડે અને તો જ ધ્યાન સારી રીતે ધ્યાનની ભૂમિકા
૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org