________________
લાવવું પડે. આમ કર્યા વિના સાધનાપથ ઉપર આગળ વધવાનું ખૂબ મુશ્કેલ છે. - ભલે આપણને લાગે કે આપણે શરીર, વાણી, શ્વાસ અને મનની ક્રિયાઓ એક સાથે જ કરીએ છીએ પણ આ બાબત જૈનાચાર્યો ખૂબ સૂક્ષ્મ ચિંતન કરી એ તારણ ઉપર આવ્યા કે જીવ-ચૈતન્ય એક સમયમાં (ક્ષણનો પણ ખૂબ સૂક્ષ્મ ભાગ) એક જ ઉપયોગ રાખી શકે છે એટલે કે એક વિષયમાં સક્રિય થઈ શકે છે. આપણને એક સાથે જે વિવિધ ઉપયોગ પ્રવર્તમાન થતા લાગે છે તેની વચ્ચે એક સૂક્ષ્મ આંતરો રહેલો હોય છે. પણ તે એટલો બધો સૂક્ષ્મ છે કે આપણું મન તેના વિભાજનને પકડી શકતું નથી. જોકે સક્રિય થવું અને અસ્તિત્વ હોવું એ બન્ને જુદી જુદી વાતો છે. મન સક્રિય હોય ત્યારે અન્યનું અસ્તિત્વ તો હોય પણ તેનો ઉપયોગ ન હોય. આ ભેદ સમજવા જેવો છે.
મન એ આપણા જીવનની પ્રત્યક્ષ સત્તા છે અને આપણે તેને ઓળંગીને પહોંચવું છે પરોક્ષ સત્તા સુધી ચૈતન્ય સત્તા સુધી. તેથી આપણે મનને પૂરેપૂરું ઓળખી લેવું પડશે. શત્રુને ઓળખ્યા વિના તેની સાથે સંઘર્ષમાં ઊતરી પડીએ તો આપણો પરાજય થવાની શકયતા વધારે. આપણે મનના સ્વરૂપને જાણવાનું પૂબ આવશ્યક છે કારણ કે આપણી સાધનાનો મુખ્ય આધાર મન છે. આપણે મન ઉપર વિજય મેળવવાનો છે અને જો તેમ ન બની શકે તેમ હોય તો છેવટે તેને મિત્ર પણ બનાવવાનું છે. તેને સમજાવી-પટાવીને કે હટાવીને તેના હાથમાંથી સત્તા ઝૂંટવી લેવાની છે અને તે ન બને તો છેવટે તેની સત્તા ઓછી કરી નાખવાની છે. મનની ચુંગાલમાંથી છૂટયા વિના ચૈતન્યની પરોક્ષ સત્તા જે સર્વશક્તિમાન છે ત્યાં સુધી આપણે પહોંચી નહિ શકીએ.
સાધકના મનમાં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઊઠે છે કે મનનું સ્થાન ક્યાં છે. કારણ કે તે જાણ્યા વિના તેના ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? આ બાબત ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે. કેટલાક મનને શરીરવ્યાપી ગણે છે. તો કેટલાક મનનું સ્થાન હૃદયમાં માને છે. તો વળી કેટલાકના મતે તેનું સ્થાન હૃદયની નીચે છે. શરીરવિજ્ઞાનની રીતે
– મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org