________________
કણકણમાં ચૈતન્યનો અનુભવ કરે છે.
જેમ જેમ આપણું મન ધૂળથી સૂક્ષ્મ તરફ જતું જાય છે તેમ તેમ તેનું આલંબન પણ સ્થળથી સૂક્ષ્મ તરફ ખસવા માંડે છે. મનની સૂક્ષ્મતા સધાતાં ધ્યાનની સ્થૂળ પ્રવૃત્તિઓ, વૃત્તિઓ, સંવેદનો અને સંસ્કારોના મૂળ સ્રોત-કર્મ શરીર સુધી પહોંચી જાય છે અને તેની પાર ઝબકતા ચૈતન્યની ઝાંખી કરે છે. પરષાકાર આત્માની વિપશ્યના
આમ તો આત્મા અમૂર્ત છે. તેને માનસચક્ષુથી જોઈ શકાય નહિ છતાંય કેટલાક સાધકો તેને જોવાની વાત કરે છે. વાસ્તવિક્તામાં તે કલ્પનાનું આરોપણ છે, ધ્યાન નથી. ધ્યાનમાં યથાર્થ બોધ હોય. કલ્પના ભ્રમ ઉત્પન્ન કરે છે જે યથાર્થ સુધી ન લઈ જાય.
આત્માનું પુરુષાકારે ધ્યાન કરવાવાળો યોગી પોતાના શરીરમાં આત્માની કલ્પના કરતો નથી પણ તે ચૈતન્યનો અનુભવ કરે છે. આ અનુભવ એ કંઈ આત્માનો સાક્ષાત્કાર નથી પણ એનાથી સાધક ઈન્દ્રિયોના અનુભવની ઉપર ચાલ્યો જાય છે જેનાથી રાગ-દ્વેષના સંસ્કારો ક્ષીણ થઈ જાય છે અને સાધક અદ્વિતીય શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે. ચૈતન્યનો અનુભવ
જ્યારે ચિતન અને અંતરદર્શન બન્નેની ક્રિયાઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે મન પણ સ્વયં સમાપ્ત થઈ જાય છે. પછી શુદ્ધ ચૈતન્યનો અનુભવ પ્રગટ થાય છે. આ છે વીતરાગ ચેતનાની અનુભૂતિ; જેને સમાધિ પણ કહી શકાય. બસ ત્યાં અતીત અને ભવિષ્ય બને સમાપ્ત થઈ જાય છે અને સાધક કેવળ વર્તમાન ક્ષણનો જ અનુભવ કરે છે. આ અનુભવ દીર્ઘકાળ રહે એટલે તે ધ્યાન બની જાય અને સતત રહે એટલે તે સમાધિની કક્ષામાં પહોંચી જાય. આ અવસ્થામાં ઇન્દ્રિયો તો આપોઆપ શાંત થઈ જાય એટલું જ નહિ પણ મન પણ વિલીન થઈ જાય. ઇન્દ્રિય અને મન બંનેનો પ્રવાહ રોકાઈ જતાં પછી બાકી રહે છે શુદ્ધ ચૈતન્યનો અનુભવ. આને નિરાલંબન ધ્યાન કહી શકાય. એકાગ્રતા કે માનસિક ધ્યાનમાં કોઈ ને કોઈ આલંબન રહે છે પછી ભલેને તે સ્થૂળ હોય કે ધ્યાનમીમાંસા
– ૧૧૧ -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org