________________
માધ્યમ ખૂબ મહત્ત્વનું છે અને તેના વિના આપણી ચેતના પ્રગટ થઈ શક્તી નથી. આપણી શક્તિ, આપણું જ્ઞાન અને આપણો આનંદ જે કંઈ છે તે બધાને પ્રગટ થવાનું માધ્યમ છે શરીર.
આમ જોઈએ તો મનનું કાર્ય યાંત્રિક છે. તેનું પોતાનું કંઈ નથી. બહારથી જે કંઈ પ્રભાવ પડે છે તેને તે ઇન્દ્રિયો દ્વારા ઝીલે છે અને પ્રતિક્રિયા પણ કરે છે. અંદરથી કર્મશરીરમાંથી જે પ્રવાહ આવે છે તેને પણ ઝીલે છે અને તેને આધીન થઈને શરીરને-ઈન્દ્રિયોને કાર્યાન્વિત કરે છે. એક રીતે જોઈએ તો તેનું કાર્ય એક ટેપરેકોર્ડર જેવું છે. તે માહિતી સંગ્રહી લે છે અને ફરીથી તેને બહાર પણ કાઢી શકે છે. બીજી રીતે કહીએ તો તે કયૂટર જેવું છે. એમાં જે વિગતો ભરવામાં આવી હોય તે પ્રમાણે તે કાર્ય કરે. ભાવિનું આયોજન કે કલ્પના પણ તે આ જ સીમામાં રહી કરી શકે છે. તેનો જે કંઈ પ્રકાશ છે તે તેનો પોતાનો નથી. તેને પાછળથી મળતા ચેતનાના પ્રવાહ વિના તે સ્વતંત્ર રીતે કંઈ કરી શકતું નથી. ચેતનાનો પ્રવાહ એક ક્ષણ માટે પણ અટકી જાય એટલે મનનું બધું કામ ઠપ થઈ જાય. આમ, મન પોતે અચેતન છે. પણ તેની ક્ષમતા વધારે છે. અને તે ત્રણેય કાળને સાંકળે છે તેથી તે ચેતન જેવું ભાસે છે. તેથી કંઈ તે ચેતનનો પર્યાય ન બની શકે. અધિકારી ગમે એટલો મોટો હોય, તેને વિશાળ સત્તાઓ મળી હોય તો પણ તે છેવટે અધિકારી છે - તે માલિક નથી.
મનના કાર્ય વિષે આટલું ચિંતન કર્યા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન થયા વિના ન રહે કે આ મન રહે છે કયાં? તેનું સ્થાન ક્યાં છે? પ્રથમ દષ્ટિએ એમ લાગે કે મનનું સ્થાન મસ્તકમાં હોઈ શકે, કારણ કે મન
જ્યાંથી પ્રગટ થાય છે તેનાં મુખ્ય કેન્દ્રો છે બૃહદ્ મસ્તક, લઘુ મસ્તક અને પૃષ્ઠરજુનો અમુક ભાગ. આપણને જે જ્ઞાન થાય છે, જે સંવેદન થાય છે તે જ્ઞાનતંતુઓ દ્વારા મસ્તકને પહોંચે છે. તેથી એમ માનવું પડે કે મનનું મુખ્ય કેન્દ્ર મસ્તક છે. બીજી રીતે વિચારીએ તો મનની પ્રક્રિયા જ્ઞાનતંતુઓ દ્વારા આખા શરીરમાં વિસ્તરે છે તેથી એમ પણ કહી શકાય કે મનનો વ્યાપ આખા શરીરમાં છે. બન્ને વાતો સાપેક્ષ છે. આપણે કઈ મનનું સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org