________________
ઊભી થાય છે. વ્યવહારમાં જે ભાષાનો ઉપયોગ થાય છે તે અમુક ધારણાઓને આધારે થાય છે. વ્યવહારમાં બધી વાતનો યશ કે અપયશ સૌથી વધારે નજીક રહેલા નિમિત્તને આપવામાં આવે છે, જ્યારે નિશ્ચયની ભાષા જુદી હોય છે. નિશ્ચય મૂળ વાતને પકડે છે તેથી તે તેની પાછળ રહેલાં બધાં પરિબળોનો ખ્યાલ રાખે છે અને એને આધારે તેનાં તારણો કાઢે છે. તેથી મૂળ વાત સમજવી હોય તો આપણે ભાષાના સ્તરથી નીચે રહેલા સ્તર ઉપર જવું પડે અને વિચાર કરવો પડે,
ઉજ્જૈની નગરી પાસે પુરાણા કાળમાં નટોની મોટી વસતી હતી અને તેઓ જાતજાતના ખેલો કરીને રાજ્યાશ્રય મેળવીને રહ્યા હતા. એક વાર રાજાને કોઈએ એક વૃદ્ધ હાથી ભેટમાં આપ્યો. રાજાએ નટોના અગ્રણી રોહકને બોલાવીને આ હાથી સુપરદ કર્યો અને કહ્યું -
આ હાથી માટે જે-જે સામગ્રી જોઈએ તે રાજ્ય તરફથી આપવામાં આવશે. આ હાથી ખૂબ શુકનવંતો છે, તેનું સરસ રીતે પાલનપોષણ કરજો. રોજ હું તેની ખબર પુછાવતો રહીશ. તમે લોકો એનું જીવથીય વધારે જતન કરજો પણ એક વાત યાદ રાખજો કે હાથીનું કોઈ અનિષ્ટ મારે સાંભળવાનો સમય ન આવે. જે દિવસે મને ખબર મળી કે હાથી મૃત્યુ પામ્યો છે તે દિવસે એ કહેનારનો પણ હું દેહાંતદંડ કરીશ.
રોહક સમજી ગયો કે વાત વિપરીત છે પણ રાજાને ના પડાય તેમ નથી અને ગમે ત્યારે હાથીનું અનિષ્ટ તો થવાનું જ છે, પણ દલીલને કોઈ અવકાશ હતો નહિ.
રાજાના ભંડારમાંથી હાથીના ભરણપોષણ માટે ઘણી બધી સામગ્રી નટોને મળતી રહી. વખતોવખત રાજા હાથીની ખબર અંતર પૂછે અને તેના યોગક્ષેમના સમાચાર જાણી આનંદે પણ લાંબો સમય આ નભી શકે તેમ ન હતું. હાથી આમેય વૃદ્ધ હતો, ગમે એટલી સારી માવજત થઈ તો પણ એક દિવસ તે મૃત્યુ પામ્યો. હવે આ વાત રાજાને કહેવા કોણ જાય ? જેના મુખે રાજા હાથીના મૃત્યુના સામાચાર સાંભળે તેને દેહાંતદંડ મળે તેમ હતું. નટો ભેગા મળ્યા અને સમસ્યાનું સમાધાન શોધવા લાગ્યા. છેવટે એક વયોવૃદ્ધ નટે આ જવાબદારી પોતાને માથે લીધી.
મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org