________________
જે સરળતાથી બોલાય છે તેટલા સહેલા નથી. ભક્તિમાં એટલી તન્મયતા હોય કે જ્યારે દેહનું ભાન પણ ન રહે જેનું જ્વલંત ઉદાહરણ ચૈતન્ય મહાપ્રભુનું છે, ત્યારે તે યોગ બને. કર્મયોગ કંઈ રસ્તામાં પડ્યો નથી. બધું કરવા છતાંય કંઈ ન કરવું તે કર્મયોગ છે. કોઈ પણ કર્મથી લેપાયા વિના કર્મ કરવાં અને સંસારને નિર્મોહી બનીને જોયા કરવાનું કામ સહેલું નથી. જ્ઞાનયોગ તો વળી ઘણી વધારે શક્તિ માગી લે છે અને તે પણ જો વિવેક ન હોય તો યોગ ન બનતાં ખાલી મિથ્યાજ્ઞાન થઈને રહે જે લક્ષ્યથી યોજનો દૂર નીકળી જાય. આમ, લક્ષ્ય સુધી પહોંચવાના વિવિધ માર્ગો છે ખરા પણ તેમાં તન્મયતા સધાવી જોઈએ. વળી, યથાયોગ્ય માત્રામાં-પ્રમાણમાં તેનું સેવન થવું જોઈએ. આ સાધના પ્રાસંગિક નથી કે એક બે વખત થોડી સાધના કરી એટલે કામ ચાલ્યું. આ સાધનામાં ધ્યેયનિષ્ઠા અને અવિરત પ્રયાસ બન્ને ખૂબ જરૂરી છે.
JE
Jain Educationa International
મહાવીરની સાધનાનો મર્મ
For Personal and Private Use Only
www.jainelibrary.org