________________
પોતાની પ્રક્રિયા જાળવવા વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તેથી શ્વાસ જોરથી ચાલવા લાગે છે. આમ, લાગણીના આવેગો સાથે શ્વાસની ગતિમાં ફેરફાર થયા કરે છે. એ જ રીતે શરીર જ્યારે વધારે શ્રમ કરે છે ત્યારે પણ પ્રાણવાયુની તેની માગ વધી જાય છે. તે પૂરી કરવા શ્વાસોચ્છ્વાસની ગતિ તુરત જ વધી જાય છે. આમ, શ્વાસ અને મનને ગાઢ સંબંધ છે. શ્વાસ અને શરીરની સક્રિયતાને પણ ગાઢ સંબંધ છે. અને શરીરની સક્રિયતાને પણ ગાઢ સંબંધ છે. શ્વાસ શાંત કરો તો શરીરને શાંત થવું જ પડે; મનને શાંત થવું પડે જ. પ્રશ્ન છે કે તમે આ વિષવર્તુળને કયાંથી તોડો છો. આ વર્તુળને તોડવા માટેની વિવિધ સાધનાપદ્ધતિઓ છે પણ મૂળ વાત એક જ છે. પ્રશ્ન છે શ્વાસની પ્રક્રિયાને નિયંત્રણમાં લેવાનો અને તેની ગતિવિધિને ચોટ મારવાનો. ચોટ ક્યાંથી મારવાનું અનુકૂળ છે એ સાધકે વિચારી લેવું. એક જ ધ્યેયને હાંસલ કરવા વિવિધ માર્ગો વિચારાયા છે અને વિવિધ પદ્ધતિઓ શોધાઈ છે જેનાં વર્ણનો થયાં છે. એ બધામાં ભેદ છે શબ્દોનો; પણ વિચાર થયો છે એક જ વાતનો. સાધનામાં એવી ઘણી બાબતો છે જ્યાં ભાષાઓ ભિન્ન હોય છે, અભિગમ જુદા હોય છે, સ્વીકૃતિઓ-માન્યતાઓ જુદી જુદી હોય છે પરંતુ પરિણામમાં ભિન્નતા નથી હોતી. વિવિધ માર્ગો ગ્રહણ કર્યા છતાં યાત્રા તો મહાપથ તરફ લઈ જનારી જ હોય છે. સાધનાની જુદી જુદી પદ્ધતિઓની નિષ્પત્તિ એક જ હોય છે. પરિણામમાં કોઈ અંતર રહેતું નથી.
પુરાણોમાં એક રાજાની કથા આવે છે. રાજાને રાત્રિએ નિદ્રા દરમ્યાન સ્વપ્ન આવ્યું કે તેના બધા દાંત પડી ગયા છે અને તે બોખો થઈ ગયો છે. નિદ્રા તૂટતાં રાજા વિમાસણમાં પડી ગયો. સ્વપ્નનો સંકેત જાણવા માટે તે આકળવિકળ થઈ ગયો. બીજે દિવસે મંત્રીપરિષદમાં તેમણે આ વાત રજૂ કરી. જુદા જુદા સ્વપ્ન-પાઠકોને બોલાવ્યા અને તેમની પાસે સ્વપ્નની વાત રજૂ કરી. એક નિષ્ણાત સ્વપ્ન-પાઠકે અભિપ્રાય આપ્યોઃ "રાજન્, તમારા સર્વ પુત્રો મૃત્યુ પામશે. આ સ્વપ્ન તમારા અનિષ્ટ ભાવિની આગાહી કરે છે.” રાજા વિમાસણમાં પડી ગયો. પછી ધીમે ધીમે તેને સ્વપ્ન-પાઠક ઉપર ગુસ્સો આવ્યો. કેવી ક્રૂર વાત આ
સ્વાસસંવર
૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
--
www.jainelibrary.org