________________
શ્વાસસંવટ & 8
સૌ પ્રથમ આપણે એ બાબતે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે સાધનાનો મૂળ હેતુ શો છે ? એનું પ્રયોજન શું છે ? આપણી પાસે અનર્ગળ શક્તિઓ છે પણ આપણે તેનાથી અપરિચિત છીએ. આ અનર્ગળ શક્તિઓથી પરિચિત થવું અને તેનો ઉઘાડ કરવો - આવિર્ભાવ કરવો એ સાધનાનું પ્રયોજન છે. ત્યાર પછી આ શક્તિઓનો યથાયોગ્ય ઉપયોગ કરવો એ બાબત પણ ખૂબ મહત્ત્વની છે. શક્તિઓનો ઉઘાડ થાય પણ જો આપણે એનો યોગ્ય ઉપયોગ ન કરીએ તો પણ સાધના વિફળ થઈ જ ગણાય.
આત્માની અનંત શક્તિઓનો આવિર્ભાવ કરવા માટે સૌ પહેલાં આવશ્યકતા છે મનનો વિલય કરવાની. મન જ્યાં સુધી ચંચળ છે ત્યાં સુધી કંઈ સિદ્ધ થઈ શકતું નથી. મનને અમનની અવસ્થામાં લઈ જવા માટે શું કરવું એ બાબત ગંભીર વિચારણા માગી લે છે. મનનો વિલય એ આત્મસાધનાનો મહાપથ છે. એ રાજમાર્ગ છે. તેના ઉપર પહોંચવા માટે મહામનીષીઓએ અનેક પ્રયોગો કરી કેટલાય માર્ગો ચાતરી કાઢયા છે. એમાંથી આપણને કયો માર્ગ અનુકૂળ રહેશે એ વાત આપણે નક્કી કરી લેવાની છે. તત્ત્વની ગવેષણા કરનારાઓ કહે છે કે મહાપથ તો
શ્વાસસંવર
૩૭
–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org